ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર: મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલ વરસાદના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેને લઇ ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. લુણાવાડા તાલુકાના મધવાસ ગામે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ભારે પવન સાથે વસેલ વરસાદના કારણે ખેતરોમાં ડાંગર નો પાક જામીન દોસ્ત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહીં જોવા મળે જેઠાલાલ! દિલીપ જોશી લઈ રહ્યા છે બ્રેક


ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે જેને લઈ અને ખેડૂતોનો આડો પડેલ ડાંગર નો પાક બગડી જવાની સંભાવના ને લઈ અને ખેડૂતો માટે ઘાસચારો પણ નહીં બચે જેને લઇ પશુપાલનમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. 


Anushka Shrama: વિરાટ કોહલી બીજી વખત બનશે પિતા, અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેંટ


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મધવાસ ગામમાં જ્યાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસ્યો અને ગત રાત્રીએ ભારે પવન સાથે જે ધોધમાર વરસાદ પડ્યો તેને લઈ ને ખેડૂતોનો વાવેતર પડેલો ડાંગર, કપાસ, દિવેલા, સહિત ભીંડા ના પાકને ખેતરમાં નુકશાન થયું છે. ત્યારે ડાંગરનો ઉભો પાક આડો થઈ ગયો અને ખેતરમાં ઢીંચણ સમા પાણી ભરાયા, જેને લઈ અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. 


દીકરીના બર્થ-ડેની તસવીરો અંતિમ યાદ બની ગઈ; ભવ્ય ઉજવણી બાદ પિતાએ ખાધો ગળાફાંસો, માતા...


પાક તૈયાર થઈ અને લણણી ને થોડા દીવસની તૈયારી હતી ને વરસાદ અને પવન તારાજી કરી જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતો તેમની વેદના જણાવી રહ્યા છે કે મધવાસ ગામમાં ક્યારીની જમીન છે જેથી અહીંયા ડાંગરનો પાક વધુ પ્રમાણમાં થાય છે.


અમદાવાદમાં અમિત શાહ ગર્જ્યા, કહ્યું; 'દેશના વિકાસ માટે PM મોદીએ 20-20 બેટિંગ કરીને..


જેથી અમારા ગામમાં 300 થી વધુ હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈ અને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ડાગરનો પાક આડો થઈ ગયો છે અને ખેતરોમાં પાણી ભરાયા છે, જેને લઇ અને ડાંગરનો પાક તો નહીં મળે પરંતુ પશુઓ માટે ઘાસચારો પણ નહીં બચે. 


બહારના પિત્ઝા ખાનારા સાવધાન, જામનગરના US પિત્ઝાના પિત્ઝામાંથી વંદો નીકળ્યો