પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણ જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતો વરસાદ અથવા કેનાલ આધારિત ખેતી કરતાં હોય છે. કારણ કે આ જિલ્લો પણ વરસાદની અછતથી પીડાતો જિલ્લો છે. ત્યારે પાટણ જિલ્લામાં બે વરસાદી ઝાપટા વરસવાને લઇ ઘણી આશાઓ સાથે બીટી કપાસ અને ઘાસચારાના વાવેતરના શ્રી ગણેશ કરાયા છે. પરંતુ ત્યાર બાદ વરસાદ નહિવત રહેતા અને નર્મદાની કેનાલોનો પણ અભાવને લઇ હવે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષ ચોમાસુ વહેલુ હોઈ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં બે વખત વરસાદી ઝાપટા વરસ્યા છે. જેને લઈને ખેડૂતોએ રવી પાકની વાવણીના શ્રીગણેશ કર્યા અને ખેતરોમા મોંઘા ભાવની ખેડ, બિયારણ લાવીને કપાસ, ઘાસચારોના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. તો કેટલાક વિસ્તારમાં કેનાલો પણ નથી અને જ્યાં કેનાલ છે ત્યાં પાણી નથી. હવે પાણી વિના પાક સૂકાવવા લાગ્યો છે. આગામી ગણતરીના દિવસોમાં જો પાકને પાણી નહિ મળે તો વાવેતરમાં મોટી નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવશે. તેની ચિંતામાં ખેડૂતોની હાલત કફોડી બની છે.



એક તરફ નર્મદાની કેનાલો ખાલીખમ છે અને બીજી બાજુ વરસાદ હજી આવ્યો નથી. તેથી જગતનો તાત ચિંતામાં છે. હજી સુધી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી, તો વરસાદ પણ હાથ તાળી આપી રહ્યો છે. તેવામાં ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. પાક વાવણી પાછળ મોંઘા ભાવની ખેડ, બિયારણ, મજૂરોની મજૂરી સહિતના મોટા ખર્ચાઓ તો કર્યા અને હવે પાણીના અભાવને આ પાક માથે પડ્યો છે. પાકની નુકસાની પર સંકટ તોળાઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં વરસાદ થકી પાણી કે કેનાલો થકી પાણી ખેડૂતોને નહિ મળે તો મોટી નુકશાસી ખેડૂતોને સહન કરવાનો વારો આવે તેમ છે.


ચોમાસાની શરૂઆત થતા વરસાદી ઝાપટા પડ્યા. જે જોઈને ખેડૂતોએ વિવિધ પાકની વાવણી કરી. આ જ પરંપરા રહી છે. પરંતુ ત્યાર બાદ વરસાદ ખેંચાતા જમીન બહાર આવેલ પાક સંકટમાં આવી જવાનો સમય આવ્યો છે. હવે પાણી ના મળવાને કારણે ધીમે ધીમે પાક સુકાવાની શરૂઆત થઈ છે. જેને લઇ હાલતો ખેડૂતોની હાલત દયનીય બની છે.