સપના શર્મા/અમદાવાદ :પેટ્રોલ-ડીઝલના ભાવમા તોતિંગ વધારો થયો છે. સામાન્ય જનતા માટે આ વધારો કમર ભાંગી નાંખે તેવો છે. ત્યારે લોકોએ હવે નવો રસ્તો અપનાવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ખર્ચથી બચવા હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. સરકારી પરિવહનનો ઉપયોગ વધ્યો છે. જેને કારણે એક જ મહિનામાં સરકારી બસની આવકમાં વધારો થયો છે. જોકે, એક તરફ લોકો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વધ્યા છે, ત્યાં બીજી તરફ શું તેમને યોગ્ય સુવિધા મળી રહી છે તે જાણતા સામે આવ્યું કે, લોકોના ઉપયોગની સામે પૂરતી બસ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMTS-BRTS પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા લોકો જાહેર પરિવહન તરફ વળ્યાં છે. છેલ્લા એક મહિનામાં જ AMTS અને BRTS ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પણ શું તેની સામે લોકોને સુવિધા સારી મળી રહી છે. શહેરમાં 42 ડિગ્રીના તાપમાન વચ્ચે લોકો જાહેર પરિવહનની સુવિધાથી કેટલા ખુશ તે વિષયના રિયાલિટી ચેક કરાયું. 


આ પણ વાંચો : દિલ્હીમાં નવાજૂની થવાના ભણકારા, નરેશ પટેલ ફરી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા 


નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ જાહેર પરિવહન માટે શહેરની દર 1000 વ્યક્તિઓ વચ્ચે 1 બસ હોવી જોઈએ. આ રિપોર્ટ મુજબ અમદાવાદમાં 6 હજાર બસ હોવી જોઈએ. પણ હાલ AMTS ની 750 અને BRTS ની 350 એમ કુલ 1100 જ બસ છે. સ્થિતિ એ છે કે, પીકઅવર્સમાં ભારે ભીડ વચ્ચે લોકોએ પરિવહન કરવું પડી રહ્યું છે. મુસાફરોએ જણાવ્યું કે, તેમને ઓછી બસમાં મુસાફરી કરવામાં તકલીફ પડે છે. ઓછી બસ હોવાથી લાંબા સમય સુધી બસની રાહ જોવી પડે છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં AMTS બસની સંખ્યામાં વધારો કરવો જોઈએ. 


BRTS બસમાં અગાઉ 1 લાખ 45 હજાર દૈનિક મુસાફરો મુસાફરી કરતા હતા, જે આંકડો પેટ્રોલ ડીઝલના કારણે વધતા હવે દૈનિક 1 લાખ 67 હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. આ જ સ્થિતિ AMTS બસમાં છે. જ્યાં અગાઉ દૈનિક બસમાં સવા 3 લાખ લોકો દૈનિક મુસાફરી કરતા હતા, આજે આ આંકડો એક જ મહિનામાં વધીને 4 લાખથી પણ વધુ થયો છે. જે બતાવે છે કે, મોંઘવારીને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. 


આ પણ વાંચો : 


લીંબુના ભાવ માટે રાહતના સમાચાર, માર્કેટમાં ઘટી ગયા ભાવ


સ્ટુડન્ટ-શિક્ષકની જોડીએ વાહનોના ધુમાડાનું એવુ સોલ્યુશન શોધ્યું, જે સરકાર પણ ન શોધી શકી