નવનીત દલવાડી,ભાવનગર:ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ડમીકાંડમાં એજન્ટો એ જેનો સૌથી વધુ ઉપયોગ કર્યો એ હોંશિયાર વિદ્યાર્થી મિલન ઘુઘાભાઈ બારૈયાને કારણે શરદ અને પી.કે નામના એજન્ટો કરોડો રૂપિયા કમાયા છે. આ મિલન ઘુઘા બારૈયાના ઘરમાં બે ટંક ખાવા ના પણ સાંસા પડે છે. તેના માતા-પિતાએ જણાવ્યું હતું, મિલન નું સ્વપ્ન હતું ડોકટર બનવાનું પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ના હોવાના કારણે તેનું ડોકટર બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. આર્થિક નબળી સ્થિતિના કારણે મજબૂરીમાં ગેરકાયદે કામોમાં સાથ દેવો પડયો હતો. ભાવનગરના ડમીકાંડમાં વધુ 5 લોકોની પોલીસે કરી ધરપકડ. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે. ડમીકાંડમાં અત્યાર સુધી 32 લોકોની કરાઈ ધરકડ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ  12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ  ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય


મિલન ઘુઘા બારૈયા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે રહે છે, ગરીબાઈ ના કારણે તેના માતા પિતા એક કાચા મકાનમાં રહે છે, થોડા ઘણા વાસણો, પહેરવા ઓઢવાં ના સીમિત કપડાં સાથે તેઓનું જીવન નિર્વાહ થઈ રહ્યું છે. ઘરમાં એક માત્ર કાથીનો ખાટલો છે. મિલનના માતાપિતા કાળી મજૂરી અને ખેત કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે, તેની માતા આશાબેન અને પિતા ઘુઘાભાઈ એ રડતા રડતા જણાવ્યું હતું. કે મારા દીકરાને ભણાવી ને ડોકટર બનાવવો હતો. અને તેને વડોદરા ની મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું, સાથે નાના ભાઈ ને પણ ભણાવવાનો હતો, પરંતુ ઘરની પરિસ્થિતિ એવી સારી નોહતી કે જેના કારણે એ પોતાના સપના સાકાર કરી શકે અને એ માટે જ એ ભણવા ના ગયો.


​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral આ પણ ખાસ વાંચોઃ  અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વાર જે LED સ્ટમ્પને તોડી નાંખ્યું શું એની કિંમત જાણો છો? આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!


મિલન બારૈયા નો ઉપયોગ કરી ને શરદ અને પીકે નામના એજન્ટો કરોડો રૂપિયા કમાયા છે, અને આ કામ પેટે મિલન ને પણ દોઢ લાખ જેવી રકમ મળી હોવાનું બંને એ જણાવ્યું હતું, પરંતુ મિલન ના માતાપિતા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ કામ થકી એક પણ રૂપિયો મિલનને મળ્યો નથી. મિલન બારૈયા નાનપણથી જ ખૂબ હોંશિયાર વિદ્યાર્થી હતો, અને ગામમાં પણ એક હોંશિયાર ભણેલા યુવાન તરીકે લોકોની સહાનુભૂતિ મળતી હતી. તેને 12 સાયન્સ પછી મેડિકલ માં પણ એડમિશન મળી ગઈ હતું. પરંતુ ઘરના આર્થિક સંજોગો અને ગરીબાઈ ના કારણે તે આગળ ભણી ના શક્યો.


આવા હોંશિયાર વિદ્યાર્થી મિલન બારૈયા થોડા ઘણા રૂપિયા ની લાલચ કે કોઈના અહેસાન નીચે દબાઈ જઈને ગેરમાર્ગે દોરાયો હતો, તેણે શરદ અને પીકે ના કહેવાથી 7 વખત ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી અને પાસ પણ થયો હતો, અને જેના કારણે તેણે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી તેઓ અત્યારે સરકારી નોકરી કરી રહ્યા છે. મિલન બારૈયા એટલો હોંશિયાર હતો કે જેને 10 ની હોય કે 12 ની કે પછી ફિઝિક્સ ની હોય તમામ પરીક્ષાઓ પાસ કરી હતી. તેણે પરીક્ષા આપી જે વિદ્યાર્થી માટે પાસ થયો હતો એવો એક વિદ્યાર્થી તો હાલમાં પણ ફિલિપાઇન્સ માં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત


શરદ અને પીકે નામના એજન્ટોના કહેવાથી મિલન બારૈયા એ જે લોકો માટે પરીક્ષા આપી તેવા:


1, દેવર્ષિ માટે ધોરણ 12માં ફિઝિક્સ ની.
2, ધોરણ 12 આર્ટસમાં અંગ્રેજીની પરીક્ષા.
3, કવિત રાવ માટે લેબ, ટેકનીશ્યન ની.
4, ભાવેશ જેઠવા માટે પશુધન નિરીક્ષક ની.
5, અશ્વિન સોલંકી માટે વન રક્ષકની.
6, અમરેલીમાં પણ ધોરણ 10 ની પરીક્ષા.
7, રાજ ભાલીયા માટે ધોરણ 12 સાયન્સ ની.


આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ આ પણ ખાસ વાંચોઃ  માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...


મિલન બારૈયા માત્ર 19 વર્ષનો હોંશિયાર વિદ્યાર્થી છે, જેના રૂપમાં સમાજ ને એક સારો તબીબ મળવો જોઈતો હતો પરંતુ, આર્થિક પરિસ્થિતિ, ગરીબાઈ અને વિષમતા ના કારણે તે ગેરમાર્ગે દોરાયો અને ગુન્હેગાર બની ગયો, અને જેલની સજા ભોગવવાનો વારો આવ્યો. પરંતુ તેની આ સ્થિતિ માટે હાલ ની શિક્ષણ વ્યવસ્થાને જ જવાબદાર ગણી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube