USA Visa: અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ

USA Visa: સૌથી મોટી ખુશખબર! આતુરતાનો આવ્યો અંત હવે અમેરિકા જવા માટે નહીં જોવી પડે રાહ... બેગ પેક કરીને રાખજો ગુજરાતીઓ, આ વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપશે અમેરિકા. જાણો કોને કોને આપવામાં આવશે પ્રાથમિકતા. 

USA Visa: અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ

USA Visa: અમેરિકાના વિઝા માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. અમેરિકા ચાલુ વર્ષ રેકોર્ડ 10 લાખથી વધુ વિઝા ઇશ્યૂ કરશે. આ ઉપરાંત તે સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાને પ્રધાન્ય આપશે. વર્ક વિઝાને રિન્યૂ કરવા માટે પણ ભારતના લોકોએ આ વર્ષના અંત ભાગથી ભારતમાં આવવું પડશે નહીં અને અમેરિકામાંથી વિઝા રિન્યુ કરાવી શકશે.

ખાસ કરીને દરેક ગુજરાતી માટે USA જવું એક સપનું હોય છે. આ માટે તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. સૌથી વધુ ક્રેઝ પાટીદારોમાં છે અને હવે સમય બદલાઈ રહ્યો છે. ગુજરાતીઓ પૈસા ખર્ચીને ખોટા રસ્તે પણ અમેરિકા પહોંચવા હંમેશાં તૈયાર હોય છે. એ માટે લેભાગુ એજન્ટો પણ તૈયાર બેઠા હોય છે. હવે જે કાયદેસર રીતે નિયમોને આધિન જવા માગે છે એમના માટે એક ખુશખબર આવી છે કે અમેરિકાએ વિઝા માટે વેઇટિંગ સમય એક હજારથી ઘટાડી ૫૮૦ દિવસ કરી દીધો છે. આ એક સૌથી મોટા સમાચાર છે. કોરોનાકાળમાં બેકલોગ વધતા સમસ્યા નિવારવા શ્રેણીબદ્ધ પગલાં લેવા વિચારણા કરાઈ રહી છે. જે અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. 

અમેરિકી સરકાર એમ્બેસી અને દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. રિન્યુઅલ વિકલ્પો H-1B, હાલમાં વિઝા માટેની H-4, L-1 અને L-2 વિઝાધારકો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જોવી પડે છે. જેના સમયગાળામાં સરકારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 

કામદારો માટેના વિઝા એ બન્ને દેશો માટે મહત્ત્વ પૂર્ણ બની રહેશે. તાજેતરની છટણીમાં નોકરી પ્રોફેશનલ્સ અંગેના સવાલના જવાબમાં ગુમાવનારા ભારતીય H-1B આઇટી તેમણે કહ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તાજેતરમાં આ મુદ્દે કેટલીક નવી માહિતી જારી કરી છે. તેમાં નોકરી ગુમાવારા લોકોએ તેમના વિઝા સ્ટેટસમાં ફેરફાર માટે શું કરવું જોઇએ તેની વિગતો છે. ભારત અને અમેરિકાના સંબંધોના અમેરિકાના બંને પક્ષો તરફથી સમર્થન વિઝા રિન્યુઅલ સુવિધા ફર મળતું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં ખરેખર ઘણો મજબૂત ડાયાસ્પોરા છે. 

30 વર્ષોથી આપણા વર્ષના અંત ભાગમાં આ સુ સંબંધોને દાયકાઓથી અમેરિકામાં રહેતા ભારતીય અમેરિકાનો વેગ આપી રહ્યાં છે. B1 (બિઝનેસ) અને B2 (ટૂરિસ્ટ) શ્રેણી હેઠળ અરજી કરે છે તેવા લોકોએ લાંબા વેઇટિંગ પીડિયનો સામનો કરવો પડે છે. અમેરિકામાં જતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત હવે બીજા ક્રમે છે. જેની પ્રોસેસ પણ હવે વધારે ઝડપી બનાવવામાં આવશે.

H-1B અને L જેવા વર્ક વિઝાને પ્રાથમિકતા:
અમેરિકા H-1B અને જેવા વર્ક વિઝાને પણ પ્રાધાન્ય L " આપી રહ્યા છે. આવા વિઝાની ભારતના આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ હોય છે. H-1B વિઝા નોન- ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર હજારોની સંખ્યામાં કામદારાને નોકરી પર રાખે છે.

ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ સુવિધા ચાલુ કરાશે:
કેટલાંક પિટિશન આધારિત નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા કેટેગરી માટે અમે કેટલીક શરતોને આધીન ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ સુવિધા ફરી ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી અમેરિકામાં હાજર હોય તેવા લોકોએ વિઝા રિવ્યૂ કરાવવા માટે વિદેશ જવું પડશે નહીં. અમે આ વર્ષના અંત ભાગમાં આ સુવિધા ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી વિઝા રિન્યૂ કરવા માટે વિદેશમાં મુસાફરી કરવાની આવા અરજદારોને જરૂર પડશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news