ગુજરાતમાં નકલી વસ્તુઓથી તંત્ર ત્રસ્ત, પોલીસ, IT અધિકારી બાદ નકલી પત્રકારે આચર્યો મોટો કાંડ
નકલી પત્રકારો (Duplicate Journalist) ની ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહિ આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા.
મૌલિક ધામેચા, અમદાવાદ: પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારો (Duplicate Journalist) નો રાફડો ફાટી નીકળ્યો છે. નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ (Gang) સક્રિય થઈ હતી. પણ આ વખતે ફરિયાદી યુવકની સમય સુચકતા એ આ નકલી પત્રકારો (Duplicate Journalist) ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. વટવા પોલીસે પૈસા પડાવતી નકલી પત્રકારો (Duplicate Journalist) ની ટોળકી ઝડપી લીધી છે.
વટવા પોલીસે (Vatava Police) મહિલા આરોપી પાર્વતીબેન શર્મા,ચીમનલાલ શર્મા, મુસ્તુફા ટીનવાલા અને સુરેશ ગોંડલીયા નામના નકલી પત્રકારોને પોતાની ગિરફ્તમાં લીધા છે. આ નકલી પત્રકારોની ટોળકી વટવા વિસ્તારમાં રહેતા તારીક સૈયદ પોતાનું ઘર નવું બાંધકામ ચાલી રહ્યું ત્યા નકલી પત્રકાર પાર્વતી શર્મા ,પતિ ચીમન લાલ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ (RTI Activist) હોવાની ઓળખ આપી ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાનું કહી પૈસાની માંગણી કરી હતી. જે બાદ ફરિયાદી પોલીસ જાણ કરતા નકલી પત્રકાર ટોળકી ઝડપાઇ ગઈ હતી.
Gujarat ના કેસને લઇને ટિપ્પણી કરતાં Swara Bhaskar વિવાદમાં સપડાઇ, IPS અધિકારીએ ભણાવ્યા પાઠ
નકલી પત્રકારો (Duplicate Journalist) ની ટોળકીએ ફરીયાદીને ડરાવી ધમકાવી 25 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહિ આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતા આ ટોળકી ઝડપી લીધી હતી. પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે.
પકડાયેલ આરોપી પાર્વતી શર્મા,મુસ્તુફા અને સુરેશ ગોંડલીયા વિકલી ન્યુઝ પેપર ચલાવતા હોવાનું કહી રહ્યા છે. વટવા પોલીસે નકલી પત્રકારોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નકલી પત્રકારો (Duplicate Journalist) અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા છે કે કેમ ? પરતું પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારો (Duplicate Journalist) નો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે તે હકીકત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube