Gujarat ના કેસને લઇને ટિપ્પણી કરતાં Swara Bhaskar વિવાદમાં સપડાઇ, IPS અધિકારીએ ભણાવ્યા પાઠ
ગુજરાત (Gujarat) ની કોર્ટનો ચૂકાદો આવ્યા પછી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એ તેને મુસ્લિમો સાથે જોડીને ટિપ્પણી કરી. સ્વરાએ ટ્વીટ કરીને કહ્યું કે 'તેને સરળ ભાષામાં સમજીએ. લગભગ 100થી વધુ મુસલમાન ( Muslim) આતંકવાદના બનાવટી આરોપોમાં 20 વર્ષોથી જેલની અંદર અંડર ટ્રાયલ રહ્યા. વિચારો 20 વર્ષ.
Trending Photos
અમદાવાદ: મોટાભાગના વિવાદોમાં ઘેરાનાર સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ફરી એકવાર પોતાના નિવેદનના લીધે ટ્રોલ થઇ ગઇ છે. જોકે ગુજરાત (Gujarat) ના એક કોર્ટએ યોગ્ય પૂરાવા ન મળતાં 122 લોકોને 20 વર્ષ બાદ છોડી મુકવામાં આવ્યા છે. આ મુદ્દાને મુસ્લિમો સાથે જોડતાં સ્વરાએ સાંપ્રદાયિક ટિપ્પણી કરી, ત્યારબાદ સીનિયર IPS અધિકારી અરૂણ બોથરા (Arun Bothra)એ તેના કાનૂની જ્ઞાન પર સવાલ ઉઠાવતાં નિર્દોષ સાબિત થવા અને યોગ્ય પુરાવા ન મળવા વચ્ચે મોટું અંતર સમજાવ્યું.
યોગ્ય પુરાવા ન મળતાં 122 લોકોને મુક્ત કર્યા
મળતી માહિતી અનુસાર ગુજરાતના (Gujarat) ના સુરત (Surat) માં પ્રતિબંધિત સંગઠન SIMI સાથે સંબંધ રાખનાર 122 લોકો વિરૂદ્ધ UAPA હેઠળ વર્ષ 2001 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ 20 વર્ષની સુનાવણી બાદ લોકલ કોર્ટે તમામ આરોપીઓને કેસમાંથી મુક્ત કરી દીધા. ફેંસલો સંભળાવતાં કોર્ટે ટિપ્પણી કરી કે સરકારી પક્ષ આરોપીઓએ વિરૂદ્ધ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા, એટલા માટે તેમને છોડી મુકવામાં આવે છે.
Gujarat court acquits 122 people arrested in #Surat in 2001 under UAPA for allegedly being members of banned outfit SIMI, says prosecution failed to produce 'cogent, reliable & satisfactory' evidence
— Press Trust of India (@PTI_News) March 6, 2021
100 થી વધુ મુસલમાન 20 વર્ષ જેલમાં રહ્યા બંધ
ગુજરાત (Gujarat) ની કોર્ટનો ચૂકાદો આવ્યા પછી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એ તેને મુસ્લિમો સાથે જોડીને ટિપ્પણી કરી. સ્વરાએ ટ્વીટ કરીને કહ્યું કે 'તેને સરળ ભાષામાં સમજીએ. લગભગ 100થી વધુ મુસલમાન ( Muslim) આતંકવાદના બનાવટી આરોપોમાં 20 વર્ષોથી જેલની અંદર અંડર ટ્રાયલ રહ્યા. વિચારો 20 વર્ષ.
Let’s simplify this. More than a hundred Muslims spent 20 years in jail or under trial over false terror charges.. 20 years!!!!
Let. That. Sink. In. https://t.co/8QV7uaeyPm
— Swara Bhasker (@ReallySwara) March 6, 2021
ટ્વિટર પર ટ્રોલ થઇ ગઇ સ્વરા
સ્વરા (Swara Bhaskar) ની આ વિવાદાસ્પદ ટિપ્પણી પર ટ્વિટર પર ટ્રોલ થઇ ગઇ. લોકોએ તેમના કાનૂની જ્ઞાનની મજાક ઉડાવી અને કહ્યું કે નિર્દોષ સાબિત થવામાં અને યોગ્ય પુરાવા ન હોવામાં ફરક હોય છે. તેમણે દરેક કેસમાં એક વર્ગ વિશેષ સાથે જોડીને સ્વરા ભાસ્કરની ટીકા પણ થઇ.
'ખોટા આરોપ અને આરોપ સાબિત ન થવામાં અંતર'
સીનિયર IPS અધિકારી અરૂણ બોથરા (Arun Bothra) એ ટ્વીટ કરીને કહ્યું 'કોર્ટને આ કેસનો ચૂકાદો કરવામાં 20 વર્ષ લાગ્યા. તેનો અર્થ એ નથી કે આરોપી 20 વર્ષ જેલમાં જ રહ્યા. તે તમામ 20 વર્ષથી જામીન પર બહાર હતા. આપણે તે પણ સમજવાની જરૂર છે કે ખોટા આરોપ લગાવવા અને આરોપ સાબિત થવામાં ફરક હોય છે. બંનેને એક સમાન ન ગણવામાં આવે.
1. Court took 20 years to decide. This doesn’t mean they were in jail for 20 years. All of them were on bail.
2. There is difference between false charges & charges not proved. It’s not same.
Not justifying agony due to delay in judicial process. But half truths are dangerous. https://t.co/DW3IrBs6fV
— Arun Bothra (@arunbothra) March 7, 2021
'લોકોને અર્ધસત્ય જણાવવું ખતરનાક'
અરૂણ બોથરા (Arun Bothra) એ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં થયેલું મોડું કોઇપણ પ્રકારે ન્યાયસંગત કહી ન શકાય. પરંતુ લોકોને અર્ધસત્ય કહેવું કે એટલું જ ખતરનાક છે. પરંતુ લોકોને અર્ધસત્ય બતાવવું પણ ખતરનાક છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ સ્વરા ભાસ્કર મોટાભાગે વિવાદોમાં ઘેરાયેલી રહે છે.
CAA-NRC પર પણ ટ્રોલ થઇ હતી સ્વરા
દેશના ઘણા ભાગમાં CAA-NRC વિરૂદ્ધ થયેલા આંદોલનને સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એ આઝાદીની બીજી લડાઇ સાથે જોડવામાં આવી છે. જ્યારે તેમને CAA મુસ્લિમોના કથિત નુકસાન વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો તે કંઇપણ સ્પષ્ટ કરી શકી નથી. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે