ઇન્જેક્શન બાદ ડુપ્લીકેટ માસ્ક બનાવતા 4 શખ્સોને અમદાવાદ પોલીસે ઝડપ્યા
કોરોનાના સમયમાં એક પછી એક બનાવટી ચીજવસ્તુઓના નામે કેટલાક વેપારીઓ લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી બનાવટી 1780 જેટલા N95 માસ્ક કબજે કરવામાં આવ્યા છે. લંડનની સર્જીકલ આઈટમ બનાવતી 3M કંપનીના આ માસ્ક (duplicate mask) સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલ એક દુકાનમાં બનતા હોવાનું કંપનીના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને ધ્યાને આવતા બાપુનગર પોલીસને ફરિયાદ કરી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોનાના સમયમાં એક પછી એક બનાવટી ચીજવસ્તુઓના નામે કેટલાક વેપારીઓ લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી બનાવટી 1780 જેટલા N95 માસ્ક કબજે કરવામાં આવ્યા છે. લંડનની સર્જીકલ આઈટમ બનાવતી 3M કંપનીના આ માસ્ક (duplicate mask) સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલ એક દુકાનમાં બનતા હોવાનું કંપનીના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને ધ્યાને આવતા બાપુનગર પોલીસને ફરિયાદ કરી હતી.
વડોદરા : ચોરીમાં વપરાયેલા કટરથી ગયો ચોરનો જીવ, લોકર તોડતા ત્યાં જ ઢળી પડ્યો....
આ જાણીને પહેલા તો નવાઈ લાગશે કે, લંડનની એક્સપોર્ટ બનાવટના માસ્ક અમદાવાદમાં સસ્તી કિંમતે કેવી રીતે મળી શકે? પરંતુ બનાવટી ચીજવસ્તુનું પ્રોડક્શન અમદાવાદ જ કરીને ડુપ્લીકેટ સિક્કા અને મારીને વેચતા વેપારીઓ કોરોનામાં બિન્દાસ રીતે વેપાર કરીને શહેરીજનો સાથે ઠગાઈ તો કરી જ રહ્યા છે, સાથે જ તેમના સ્વાસ્થ્ય પણ ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. જોકે શહેરીજનો પણ સસ્તી અને બ્રાન્ડેડ વસ્તુઓની મેળવવાની લાલચે ડુપ્લીકેટ ચીજ વસ્તુઓ ખરીદી લે છે.
કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકશો? આ ગાઈડલાઈનને ગાંઠ વાળીને યાદ કરી લો
આ બનાવટી માસ્ક અંગે કંપનીના ઓથોરાઈઝ ઓફિસરને જાણ થતાં પોલીસે સાથે રાખી ફેક્ટરીમાં તપાસ કરતા 3M 8210 મળી આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, માં ક્રિએશન નામની દુકાનમાં છેલ્લા 2 માસથી આ ડુપ્લીકેટ માસ્ક બનાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે 8 લાખ 90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 4 શખ્સોની કોપીરાઇટનો એકટનો ભંગ અને છેતરપીંડીની ફરિયાદ આધારે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોરોના દર્દીઓ માટે વપરાતા ઇન્જેક્શન પણ ડુપ્લીકેટ બનતા હોવાનું સામે આવ્યું હતું અને ત્રણથી ચાર ગણા ભાવે ઇન્જેક્શન વેચી દર્દીઓ પાસેથી રીતસર લૂંટ ચલાવતા હતા. હાલ તો આરોપી કિરણ જેઠવા, કમલેશ મહેતા, નીરજ ભાટીયા, ઘનશ્યામ નાકરાણીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે કે માર્ક સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓ બનાવટી બનાવવામાં આવતી હતી કે નહિ. છેલ્લા બે માસ દરમિયાન આ બનાવટી ચીજ વસ્તુઓનો જથ્થો કેટલા પ્રમાણમાં વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર