કોરોના કાળમાં 27 સરકારી વિભાગોના 176 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા
2020 નું વર્ષ કોરોના મહામારી લઈને આવ્યું. ત્યારે આ કોરોના મહામારીમાં પણ સરકારી બાબુઓએ પ્રજાને લૂંટવામાં પાછી પાની ન કરી અને ભ્રષ્ટાચારની લૂંટ ચાલુ જ રાખી હતી.
ઉદય રંજન, અમદાવાદઃ 2020 નું વર્ષ કોરોના મહામારી લઈને આવ્યું. ત્યારે આ કોરોના મહામારીમાં પણ સરકારી બાબુઓએ પ્રજાને લૂંટવામાં પાછી પાની ન કરી અને ભ્રષ્ટાચારની લૂંટ ચાલુ જ રાખી હતી. 2020ના વર્ષમાં 27 સરકારી વિભાગના 176 અધિકારીઓ 6,578,380 રૂપિયા લાંચ લેતા પકડાયા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર ભ્રસ્ટાચાર નાથવાની વાત સાથે સતા પર પહોંચતી હોય છે. પણ આજ સરકારી ખાતાના અધિકારીઓ ભ્રષ્ટાચાર માં ડૂબેલા હોય છે. 2020નું વર્ષ એ કોરોના લઈને આવ્યું ત્યારે આ કોરોના કપરા કાળમાં અધિકારીઓ લોકોના પોતાના વિભાગના કામ કરવાના બદલે તેમની પાસે લાંચ લેતા પકડાયા છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ ACBની આંખ થી બચી શક્યા નથી. વર્ષ 2020ના કોરોના કહેરના વર્ષમાં કેટલા અધિકારીઓ પકડાયા છે આવા લાચિયા અધિકારીઓ પર 1 વર્ષ દરમ્યાન થયેલ ટ્રેપ, ડી કોટ, સહિતના કેસો પર નજર કરીએ તો
કેસ કેસ લાંચની રકમ
ગૃહ વિભાગ 52 960900
પંચાયત, ગૃહ નિર્માણ , 25 2149000
મહેસૂલ વિભાગ 24 1955300
કૃષિ સહકાર વિભાગ 13 310000
આમ અલગ અલગ 27 સરકારી વિભાગ ના 176 અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ સરકારી બાબુઓ સરકારી પગાર તો લે છે પણ તેમને આટલા પગાર જાણે પૂરતો ના હોય તેમ વધુ કમાવવા માટે લોકો પાસે લાંચ માગતા પકડાય છે. જો લાંચ લેતા અધિકારીઓની વર્ગ પ્રમાણે વાત કરીયે તો વર્ગ-1ના 6, વર્ગ 2ના 35, વર્ગ 3ના 136 અને વર્ગ 4ના 3 અને આવા ધિકારીઓના 89 મળતિયા લાંચ લેતા પકડાયા છે.
ચાંદખેડાની હોસ્પિટલમાં તોડફોડ મામલે 15 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ
શહેર કેસ
અમદાવાદ એકમ 26
વડોદરા એકમ 40
સુરત એકમ 31
બોર્ડર એકમ 25
કોરોના મહામારી માં ચારે બાજુ થી લોકો ના ધંધા રોજગાર ચોપટ થયા છે. તો બીજી બાજુ આવા લાંચિયા અધિકારીઓના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube