દ્વારકા: જિલ્લામાં 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં અનરાધાર વરસાદ શરૂ થયો હતો. ગત 12 કલાકમાં દ્વારકા પંથકમાં લગભગ 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાણવડ ગામની મેઇન બજારમાંથી પસાર થતી ફાલકુ નદી બે કાંઠે વહેતી થઇ હતી. ત્યારે મહત્વનું છે, કે જિલ્લા કલેક્ટર અને જીલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ સોમવારે રજા આપવામાં આવી છે.
રાજુ રૂપારેલીયા/દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં અનરાધાર વરસાદ શરૂ થયો હતો. ગત 12 કલાકમાં દ્વારકા પંથકમાં લગભગ 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ભાણવડ ગામની મેઇન બજારમાંથી પસાર થતી ફાલકુ નદી બે કાંઠે વહેતી થઇ હતી. ત્યારે મહત્વનું છે, કે જિલ્લા કલેક્ટર અને જીલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ સોમવારે રજા આપવામાં આવી છે.
ધોધમાર વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલેક્ટરે ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખાવાનો નિર્ણય કર્યો છે.
વિધાનસભા પેટાચૂંટણી : ભાજપમાં ઉમેદવારોના નામોનું કોકડુ હજુ ગૂંચવાયેલું, પણ શક્તિ પ્રદર્શન માટે કયા નેતા જશે તેમનું લિસ્ટ બન્યું
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં ગત રાતથી આજ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. રાજકોટમાં આજે વહેલી સવારથી સમગ્ર શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ભાદર ડેમ 2ના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે.
જુઓ LIVE TV :