દ્વારકા : હોળી ફુલડોલ ઉસત્વ પર દ્વારકાનું જગત મંદિર કોરોનાના સંક્રમણને અટકાવવા ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધના કારણે એસટી વિભાગને 32 લાખથી વધુની ખોટ જશે. ખોટ ગત વર્ષે 1.02 લાખથી વધુ મુસાફરોએ એસટીનો સહારો લીધો હતો. જ્યારે આ વર્ષે મંદિર બંધના કારણે એસટીમાં નહિવત મુસાફર જોવા મળ્યા છે. જેના કારણે તંત્રને નુકસાન પણ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TAPI: અહીં જે કોરોના દર્દીને મૃત જાહેર કરાયો તે અચાનક ઉભો થઇ ગયો અને...


યાત્રાધામ દ્વારકામાં આવેલ જગત મંદિરે દર વર્ષે હજારો લોકો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. દ્વારકામાં મોટાભાગે તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે, ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ ચાલી રહ્યો છે. જેના લીધે દ્વારકાનું જગત મંદિર હોળી ફુલડોલ ઉત્સવ પર બંધ રાખવાનો જિલ્લા પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. નિર્ણય ખૂબ સારો છે કે, દ્વારકાના જગત મંદિરે અને શહેરમાં ભીડ એકઠીના થાય પરંતુ તેની વિપરીત અસર દ્વારકાના એસટી ડેપોની આવક પર જોવા મળી રહી છે.


Rajkot માં પોલીસે વેપારીને ઢોર માર માર્યાનો આક્ષેપ, વિરોધમાં નગ્ન પરેડ કરતા 3 ની અટકાયત


દ્વારકાના એસટી ડેપો દ્વારા ગત વર્ષે હોળી ફુલડોલ ઉત્સવ પર 6 દિવસ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું. જેમાં 40 જેટલી એક્સ્ટ્રા બસ સહિત રેગ્યુલર 32 રૂટ પર એસટી બસો દોડી હતી. જેમાં કુલ 1.02 લાખથી વધુ મુસાફરોએ એસટીની મુસાફરી કરી હતી. જેના લીધે એસટી ડેપો દ્વારકાને કુલ 32.34 લાખથી વધુની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે મંદિર બંધ હોવાના લીધે યાત્રિકોની સંખ્યા ખૂબ ઓછી છે. રેગ્યુલર બસો જ એસટી ડેપો દ્વારકામાં હાલ કાર્યરત છે. જેથી ગત વર્ષની સરખામણીએ દ્વારકા એસટી ડેપોને 32 લાખથી વધુનું નુકશાન વેઠવાનો વારો કોરોના કાળ દરમિયાન આવેલ હોળી ફુલડોલ ઉત્સવમાં મંદિર બંધ હોવાના લીધે થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube