દ્વારકા બન્યું ડ્રગ્સનો સિલ્કરૂટ? ATS દ્વારા વધારે 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર
પાકિસ્તાનની હેરોઇન કાર્ટેલ સૌરાષ્ટ્રના માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે તે પ્રયાસને સરકારની તમામ એજન્સીઓ સામ,દામ, દંડ ભેદ દ્વારા આ દાણચોરી અટકાવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસને આજે વધારે એક મોટી સફળતા મળી હતી. આજે દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : પાકિસ્તાનની હેરોઇન કાર્ટેલ સૌરાષ્ટ્રના માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે તે પ્રયાસને સરકારની તમામ એજન્સીઓ સામ,દામ, દંડ ભેદ દ્વારા આ દાણચોરી અટકાવી રહી છે. ત્યારે ગુજરાત એટીએસને આજે વધારે એક મોટી સફળતા મળી હતી. આજે દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં ચિંતા વધારતા આંકડા, કુલ 54 કેસ, અડધો અડધ અમદાવાદમાં
ગુજરાત એટીએસ દ્વારા હાલમાં જ મોરબીના ઝીંઝુડામાંથી પકડેલા 120 કિલો હેરોઇન કેસમાં વધારે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવે છે. રાજસ્થાન અને જોડિયામાંથી પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી 24 કિલો વધારે હેરોઇન જપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝુંઝુડા કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહી હોવાનું પણ સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ ડ્રગ્સ અને તેના સુત્રધારોને કોઇ પણ ભોગે ઝડપી લેવા માટે પ્રતિબદ્ધ છે.
સજાતીય સંબંધોએ વૃદ્ધનો લીધો જીવ? અમદાવાદની ચોંકાવનારી ઘટનાએ પોલીસને પણ ચકરાવે ચડાવી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસએ ઝડપેલા ત્રણ આરોપીઓ પૈકી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બારની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ ડ્રગ કન્સાઇન્મેન્ટમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત એટીએસની ટીમ રાજસ્થાનમાં પણ નજર રાખી રહી હતી તે દરમિયાન 12 કિલો જેટલા હેરોઇનના જથ્થાની ડિલિવરી ઇકબાલ ઉર્ફે ડાંડો ભંગારીયાએ રાજસ્થાનના કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શુટરને પણ કરી હતી. રાજસ્થાનનો કુખ્યાત ડ્રગ ડિલર ભોલા શુટર તેના બે સાગરિતો અંકિત ઝાંખડ અને અરવિંદ યાદવને મોકલી આ ડ્રગ્સ મેળવવાનો હતો તે દરમિયાન રાજસ્થાનના સિરોહી નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં ભોલો શુટર ફરિદકોટ જેલમાં હોવાથી તેના સાગરિતો દ્વારા આ સમગ્ર રેકેટનું સંચાલન કરતો હતો.
કોણ છે ભોલાજી શૂટર?
ભોલો શુટર મુળ પંજાબના ફરિદકોટનો રહેવાસી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી ફરિદકોટ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જો કે તે ડ્રગ્સનું રેકેટ જેલમાંથી જ સંચાલિત કરી રહ્યો હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. તેના બંન્ને સાગરિક અંકિત ઝાંખડ અને અરવિંદ યાદવ થકી હાલમાં સમગ્ર રેકેટનું સંચાલન થઇ રહ્યું હોવાનું પોલીસ માની રહી છે. આ તમામ લોકો બિશ્નોઇ ગેંગ સાથે પણ સંકળાયેલા હોવાનો પોલીસનો અંદાજ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube