યુવતીએ કહ્યું, તને મળવાનું બઉ જ મન થાય છે પણ મારી સાસુ મને છોડતી નથી પણ જ્યારે મળીશ ત્યારે તને ખુશ કરી દઇશ અને...

રાજકોટમાં પ્રેમિકાએ પોતાનાં પ્રેમીને મળવા માટે એવું તરકટ રચી કાઢ્યું કે થોડા સમય માટે પોલીસ પણ પણ આડા પાટે ચડી ગઇ પરંતુ પછી એક કોલ આવ્યો અને...

યુવતીએ કહ્યું, તને મળવાનું બઉ જ મન થાય છે પણ મારી સાસુ મને છોડતી નથી પણ જ્યારે મળીશ ત્યારે તને ખુશ કરી દઇશ અને...

* રાજકોટમાં પ્રેમિકાનાં પતિની કરાવી હત્યા
* હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
* 5.10 લાખમાં હત્યાની આપી હતી સોપારી
* પાંચ શખ્સો પોલીસ સકંજામાં

ગૌરવ દવે/રાજકોટ : શહેરનાં કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટક પાસેથી મળેલા યુવકનાં મૃતદેહમાં પોલીસ તપાસમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મૃતકની પત્નિના પ્રેમી પટેલ કોન્ટ્રાકટરે મનોજની હત્યાની સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. હત્યાનાં આ કાવત્રામાં કુલ પાંચ શખ્સો સામેલ હોવાનું ખુલતાં ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં હત્યાની સોપારી રૂપીયા ૫ લાખ ૧૦ હજારમાં પટેલ કોન્ટ્રાકટરે ચુકવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં સકંજામાં રહેલા આ શખ્સોના નામ છે રાજેશ પૂંજા પરમાર, કિશન મનસુખ જેઠવા, મેહુલ રામજી પારઘી, પરેશ પરસોતમ અકબરી અને વિમલ કિરીટ બાંભવા. આ શખ્સો પર આરોપ છે યુવકની હત્યાની સોપારી આપી મોતને ઘાટ ઉતારી અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટનાં કોઠારીયા સોલવન્ટનાં સિતારામ સોસાયટીમાં રહેતાં મનોજ પ્રતાપભાઇ વાઢેર નામના યુવાનની ગત તારીખ 28 ઓક્ટોબરના સવારે કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટકનાં સિગ્નલ પાસેથી લાશ મળી આવી હતી. મૃતદેહનાં મોઢા પર ડાબા નેણ પાસે ઇજાનાં નિશાન મળ્યા હતા. તે વખતે નશો કરેલી હાલતમાં પડી જતાં અથવા ટ્રેન સાથે અથડાતાં ઇજા થવાથી મોત થયાનું પ્રાથમિક તારણ હતું. 

પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આવેલા અજાણ્યા ફોન કોલે આ યુવકનું અકસ્માતે નહિં પરંતુ હત્યા થઇ હોવાની માહિતી આપી હતી. જેને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં પારડીનાં રાજેશ પુંજા પરમાર પોલીસનાં હાથે લાગ્યો હતો. પોલીસની કડક પુછપરછમાં હત્યાની સોપારી બાંધકામ કોન્ટ્રાકટર પરેશ પરષોત્તમ અકબરીએ આપી હોવાની કબુલાત આપી હતી. એક બાદ એક આરોપીઓની પુછપરછ કરવામાં આવતા હત્યાની સોપારી લેનાર મેલડી માતાજીના ભુવા મેહુલ રામજી પારઘી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કેવી રીતે હતું હત્યાનું કાવતરૂ
પોલીસનાં કહેવા મુજબ, આરોપી રાજેશ પરમારની પુછપરછમાં કબુલ્યું હતું કે, મને પારડીના મારા મિત્ર કિશન જેઠવાએ કહ્યું હતું કે, ગામના માતાજીના ભુવા મેહુલ પારઘી પાસે રાજકોટના પરેશ પટેલેનું એક કામ આવ્યું છે. જેમાં પરેશ પટેલને નડતા એક ભાઇને દારૂ પીવાની ટેવ છે. શખ્સ સાથે આપણે મિત્રતા કરી તેને દારૂમાં દવા કે ઝેરી પદાર્થ નાખી મારી નાંખવાનો છે. આ કામમાં પૈસા મળશે. કિશનની આ વાત સાંભળી હું કામ કરવા તૈયાર થયો હતો અને 27મીએ સાંજે પોતે કિશન જેઠવા તથા મેહુલ પારઘી સાથે જેની હત્યા કરવાની હતી. તેને કોઠારીયા સોલવન્ટ નજીક ચાની કેબીન ધરાવતાં પરેશ પટેલના મિત્ર વિમલ બાંભવા મારફત જેને પતાવવાનો હતો. મનોજની ઓળખ કરી હતી અને બાદમાં મનોજ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ચાલીને જતો હતો. ત્યારે પાછળ જઇ વાતચીત કરી પછાડી દિધો હતો અને પથ્થર ઉપાડી મોઢા પર બે ત્રણ ઘા ફટકારી ભાગી ગયો હતો. 

શા માટે કરી હત્યા?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી પરેશ અકબરી કાલાવડ રોડ અક્ષર માર્ગ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી જેવા પોશ વિસ્તારમાં રહે છે. વર્ષ 2014માં પરેશ પટેલે મૃતક મનોજ વાઢેરનાં ઘર પાસે બાંધકામ સાઇટ શરૂ કરી હતી. ત્યારે મૃતક મનોજની પત્ની ફાલ્ગુની પરેશનાં સંપર્કમાં આવી હતી. મનોજ સાથે ફાલ્ગુનીએ છુટાછેડા લઇ લીધા બાગ 2017માં પરેશ પટેલ સાથે મૈત્રી કરાર પણ કર્યા હતા. જોકે સાસું પથારીવસ હોવાથી ફરી ફાલ્ગુની મનોજ સાથે રહેવા જતી રહી હતી. દારૂની ટેવ ધરાવતો મનોજ ફાલ્ગુની સાથે મારકુટ કરતો હોવાથી પ્રેમી પરેશ પટેલ કોઇ પણ ભોગે ફાલ્ગુનીનાં પતિના ત્રાસથી મુક્ત કરાવવા માંગતો હતો. જેથી આ ઝંખના મનોજની હત્યા સુધી પહોંચી હતી. હાલ આજીડેમ પોલીસ આરોપીઓની વધુ પુછપરછ કરશે. 

આરોપી પરેશ પટેલે મનોજની હત્યાનો આઠ મહિનામાં ત્રણ-ત્રણ વખત પ્લાન ઘડ્યો હતો. જેમાં આરોપી ભુવા મેહુલ પારઘીને પરેશ પટેલે પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે, માતાજીની શક્તિથી એવું કાંઇક કરો કે મનોજનું મોત થાય ત્યારે ભુવા મેહુલ પારઘીએ કહ્યું હતું કે, માતાજી કોઇનો જીવ ન લે તેવું કહીને ટાળી દીધું હતું. જ્યારે બીજી વખત દારૂમાં ઝેરી દવા અથવા પદાર્થ નાખી હત્યા કરી નાખવાનું વિચાર્યું અને ત્રીજી વખત ઝેરી દવા પીવડાવી હત્યા કરવાનું કહેતા ભુવા મેહુલ પારઘીએ 10 લાખ રૂપીયામાં સોપારી લીધી હતી. જોકે પરેશ પટેલે 4 લાખમાં સોપારી ફાઇનલ કરી હતી. હત્યા થયા બાદ પરેશ પટેલે 5.10 લાખ રૂપીયા આપ્યા હતા. હત્યાનાં ચાર દિવસ પછી પરેશ પટેલે બે લાખ મેહુલ અને કિશનને આપ્યા હતા. પરેશને પોલીસ તપાસની ગંધ આવી જતી આરોપી તરીકે રાજેશને હાજર કરી દેવા માટે ભુવા મેહુલ અને કિશન સાથે સોદો કર્યો હતો. જેમાં 3 લાખ રૂપીયા આપ્યા હોવાનું પણ ખુલ્યું હતું. પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓ અગાઉ પણ નાના-મોટા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. ત્યારે હવે પોલીસે અલગ અલગ દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news