Accident News : ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું.... એ પંક્તિની જેમ લગ્ન પહેલા દ્વારકા જવા નીકળેલા યુવક-યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ છે. દ્વારકા ખંભાળીયા નેશનલ હાઈવે પર લીમડી નજીક કાર પલટી જતા બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કમનસીબે કારમાં સવાર ચાર લોકોમાં જે બે જણાના મોત થયા છે તેમના લગ્ન થવાના હતા.  યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે થયો અકસ્માત
દ્વારકા-ખંભાળીયા નેશનલ હાઇવે પરથી એક કાર પસાર થઈ રહી હતી. કારમાં ચાર લોકો સવાર હતા. ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, અને કાર હાઈવે પરથી નીચે ખાબકી હતી. લીંમડી નજીક કાર પલ્ટી ખાઈ જતાં કારમાં સવારે બે લોકોના મોત નિપજ્યા હતા, તો અન્ય બે લોકોની હાલત ગંભીર છે. બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ ખંભાળિયા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. સમગ્ર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


મા ઉમિયાના ભક્તોમાં હરખાયા! ઉંઝા ઉમિયા મંદિરનો ઉચ્ચ કેટેગરીના તીર્થ સ્થાનમાં સમાવેશ


લગ્ન તો ન થયા, પણ સાથે મોત આવ્યું
જોકે, આ અકસ્માત પરિવાર માટે દર્દનાક બની રહ્યો હતો. જે યુવક યુવતીના અકસ્માતમાં મોત થયા તેમના બે મહિના બાદ લગ્ન થવાના હતા. લગ્ન પહેલા પરિવાર દ્વારકા જવા નીકળ્યો હતો. પરંતુ ધુમ્મસને કારણે કંઈ દેખાયુ નહિ, અને યુવક યુવતીનું મોત નિપજ્યું. ત્યારે જે પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યા હવે માતમ છવાયો છે. વિધીના લેખ તો જુઓ,  યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા, પરંતુ એકસાથે મોત આવ્યું, પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો.


આજથી અમદાવાદમાં દોડશે ડબલ ડેકર AC બસ, સવારી કરવી હોય તો આ રુટ પર પહોંચો