દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મોહરમના તહેવારની ઉજવણી મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલૂસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે એ સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG , LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા. ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ સલાયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : બનાસ ડેરીનું મહાઅભિયાન : સૂકાભઠ્ઠ બનાસકાંઠાને બનાવશે લીલુછમ 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના સલાયા બંદર ખાતે મોહરમનો તહેવારની ઉજવણી કરાઈ રહી હતી. ત્યારે તાજિયાનું ઝુલુસ કાઢવા માટે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો. આ બાદ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ પાલન કરવા જણાવ્યું હતું. તે સમયે કેટલાક લોકોએ પોલીસને ટાર્ગેટ બનાવી હતી. તેમજ પોલીસ વાનને નુકશાન પહોંચાડ્યું હતું. આવામાં જ્યાં સુધી અન્ય પોલીસ કાફલો ન આવે ત્યાં સુધી પોલીસ ટોળાથી દૂર થઈ ગઈ હતી. 


મહોરમને પગલે આ વર્ષે તાજિયા ન કાઢવાનો નિર્ણય કરાયો છે. લોકોને જ્યાં તાજિયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, દ્વારકાના સલાયમાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.


આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં નવા રોગથી લોકોમાં ફફડાટ, પ્રાણીઓ ટપોટપ આ બીમારીમાં સપડાયા 


તાજીયા કાઢવાના મામલે થયેલા ઘર્ષણમાં પોલીસ પર થયેલા હુમલામાં એક પોલીસકર્મીના માથામાં ઇજા પહોંચી હતી. પરંતુ આ ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG, LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા અને ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનામાં ટોળાએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુ હતું. 


આ ઘટના બાદ સલાયાના સ્થાનિક આગેવાનો સાથે પોલીસ કર્મચારીઓએ ચર્ચા કરી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ચર્ચાઓ બાદ હાલ સલાયા બંદર ખાતે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે તેવુ દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું.