બનાસ ડેરીનું મહાઅભિયાન : સૂકાભઠ્ઠ બનાસકાંઠાને બનાવશે લીલુછમ

સૂકો ભઠ્ઠ બનાસકાંઠા (banaskantha) જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરી (banas dairy) એ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આજે જિલ્લાના સૌથી ઊંચા પર્વત જેસોર પર્વત પર એક લાખથી વધુ સીડ બોલ બનાવી અલગ-અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે.
બનાસ ડેરીનું મહાઅભિયાન : સૂકાભઠ્ઠ બનાસકાંઠાને બનાવશે લીલુછમ

અલકેશ રાવ/બનાસકાંઠા :સૂકો ભઠ્ઠ બનાસકાંઠા (banaskantha) જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરી (banas dairy) એ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આજે જિલ્લાના સૌથી ઊંચા પર્વત જેસોર પર્વત પર એક લાખથી વધુ સીડ બોલ બનાવી અલગ-અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે.

ખેતી અને પશુપાલન માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. પાણી વિના ખેતી અને પશુપાલન થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આગામી સમયમાં જિલ્લામાં પાણીની અછત ન સર્જાય અને જિલ્લો હરિયાળો બને તે માટે દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે. બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા જેસોર પર્વત પર આજે એક લાખથી વધુ સીડ બોલ બનાવી તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જુદી જુદી ટીમો બનાવી ટીમોએ જેસોર પર્વતના અલગ-અલગ વિસ્તારમાં જઈ સીડ બોલ મૂક્યા છે. સીડ બોલમાં 10 થી વધુ વૃક્ષોના બીજ તેમજ છાણ અને કાંપ વાળી માટીનું મિશ્રણ કરી બોલ બનાવવામાં આવ્યા છે. જે સીડ બોલ પર આગામી સમયમાં વરસાદ પડતાં જ નવા છોડ સજીવન થશે.

આ વિશે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયથી જંગલ વિસ્તારમાં પણ જંગલી પ્રાણીઓનો ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષોની સંખ્યા ઘટી છે. બનાસ ડેરી સાથે મળી બનાસકાંઠા વનવિભાગ દ્વારા સીડ બોલ બનાવી વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આજે બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે જેસોર પર્વતની આજુબાજુના વિસ્તારના લોકો તેમજ દૂધ મંડળીના પશુપાલકોએ પણ જેસોર પર્વત પર વૃક્ષ વધુ વાવેતર થાય તે માટે કામે લાગી અલગ-અલગ પર્વતીય વિસ્તારમાં સીડ બોલ જઈ મૂક્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વૃક્ષારોપણથી જંગલી પ્રાણીઓનો ખોરાક મળી રહેશે. જ્યારે વરસાદની અનિયમિતતા ઓછી થશે.

જેસોર વન અભ્યારણના RFO કે.એન. ખેરનું કહેવુ છે કે, સીડ બોલ બનાવી વૃક્ષારોપણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે જેનાથી જંગલ અને પર્વત ઉપર  રહેતા પ્રાણીઓને ફાયદો થશે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન નિહવત વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ છે. જે વચ્ચે બનાસ ડેરીનું વૃક્ષારોપણ અભિયાન આગામી સમયમાં પાણીની તંગી તેમજ સૂકા ભઠ્ઠ વિસ્તારને લીલોછમ બનાવશે. આ વિસ્તારના સ્થાનિક રમેશભાઈ દેસાઈએ કહ્યું કે, અમે 500 લોકોએ પર્વત ઉપર સીડ બોલ ફેંકી વૃક્ષારોપણ માટે કામગીરી કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news