દ્વારકા : કલ્યાણપુરામાં રહેતી પરપ્રાંતિય મહિલા દ્વારા ચાર હાથ અને ચાર પગ ધરાવતા એક બાળકને જન્મ આપતા સમગ્ર વિસ્તાર ઉપરાંત ડોક્ટર બેડામાં પણ આશ્ચર્ય ફેલાયું છે. 24 વર્ષીય મહિલા સંગીતાબેન શ્રમજીવી છે. ખંભાળીયાના સરકારી હોસ્પિટલમાં તેમણે આ બાળકને જન્મ આપ્યો હતો. જો કે આ બાળક મૃત હતું જ્યારે સંગીતા બેનની તબિયત સ્થિર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સપ્તાહે રાજ્યની 8 પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં એખ મહિલાએ ચાર પગ અને ચાર હાથ વાળા બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવતા જ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. આ મહિલા કેશુપુર ખાતે મજુરી કામ માટે આવી હતી. જો કે તબીબી ચેકઅપ ગર્ભાવસ્થા રહ્યા બાદ ક્યારે પણ કરાવ્યું નહોતું. જેથી જ્યારે સુવાવડ થઇ જ્યારે જ આ અંગે માહિતી મળી હતી. 


Gujarat Corona Update: 1212 નવા દર્દી, 980 સાજા થયા, 14 લોકોનાં મોત

જો કે ગર્ભાવસ્થામાં કોઇ ખામી રહી જતા આ પ્રકારનાં બાળકનો જન્મ થયો હોવાનું ડોક્ટર્સ માની રહ્યા છે. મહિલાને નોર્મલ ડિલીવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. મહિલાને ત્રણ સંતાનો છે. આ ચોથુ બાળક હતું. હાલ મહિલાની તબિયત ઘણી સારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર