• પેટ્રોલીંગ દરમિયાન મુંબઈનો મહંમદ હુશૈન અલી પકડાયો હતો. જે નશીલા માદક પદાર્થ MD ડ્રગ્સનુ વેચાણ કરે છે

  • ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જામનગરના એક વ્યક્તિને ડ્રગ્સ આપવાનું હોવાનું કબૂલ્યું 


દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લા સુધી ડ્રગ્સનો વેપાર પહોંચી ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી SOG ને મોટી સફળતા મળી છે. ભાણવડ ખાતે SOG ની ટીમ પેટ્રોલીંગ કરતી વેળાએ ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી છે. ભાણવડ ત્રણ પાટિયા પાસે આવેલ ચાર પાટિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ એક ઈસમને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. મૂળ ભાણવડનો ઈસમ મુંબઈના મીરારોડ પર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ મહંમદ હુસૈન અલી રીંડાણીને ગેરકાયદેસર રીતે માદક પદાર્થ MD ડ્રગ્સના 124 ગ્રામ 500 મિલી ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ઓપરેશન ‘રેડ હેન્ડ’ બનાવીને જામનગર પોલીસે જયેશ પટેલના સાગરીતોને કોલકાત્તાથી દબોચ્યા


મુંબઈનો શખ્સ દ્વારકામાં ડ્રગ્સ વેચવા આવ્યો હતો 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધીનો સૌથી વધુ પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો SOG દેવભૂમિ દ્વારકાએ ભાણવડના ત્રણ પાટિયા રોડ પર આવેલ ચાર પાટિયા સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. SOG ના કર્મીઓને મળેલ ખાસ બાતમીના આધારે મેફેડ્રોન જેવા જીવલેણ ડ્રગ્સની ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. ત્યારે પેટ્રોલીંગ દરમિયાન મુંબઈનો મહંમદ હુશૈન અલી પકડાયો હતો. જે નશીલા માદક પદાર્થ MD ડ્રગ્સનુ વેચાણ કરે છે. ત્યારે આરોપીના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે નશીલો માદક પદાર્થ એમડી ડ્રગ્સ ૧૨૪ ગ્રામનું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત 12 લાખ 45 હજાર રૂપિયા છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનું ગંભીર સ્વરૂપ, આવતીકાલથી તમામ બાગ-બગીચા બંધ 


પૂછપરછમાં જામનગરના શખ્સનું નામ પણ ખૂલ્યું 
આ વિશે દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા સુનીલ જોશીએ જણાવ્યું કે, દ્વારકા પોલીસે આરોપી વિરૂધ્‍ધ ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં એનડીપીએસ. કલમ ૮(સી), ર૦(બી) તથા ૨૯ મુજબનો ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, ઝડપાયેલા આરોપીને પૂછપરછ કરતા આરોપીએ જામનગરના એક વ્યક્તિને ડ્રગ્સ આપવાનો તેમજ મુંબઈથી સપ્લાયર કરતા ઈસમનું પણ નામ પોલીસની પૂછપરછમાં કબૂલ કરી દીધું છે. સાથે જ કલ્યાણપુર પોલીસ મથકના અધિકારીને ડ્રગ્સ મામલાની ખાસ તપાસ સોંપાઈ છે. આરોપી સામે અગાઉ પોરબંદર ખાતે ગાંજો વેચાણનો ગુનો નોંધાયો છે. ત્યારે મુંબઈમાં તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપીનો હાલ કોવિડનો ટેસ્ટ કરાવવામાં આવશે. જેના બાદમાં નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાથે જ વધુ કેટલા લોકો સંડોવાયેલ છે અને કઈ રીતે સપ્લાય કરવામાં આવતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે...’ સુરત પોલીસના નામે ફેક લેટર ફરતો થયો