જન્માષ્ટમીના બે દિવસ બાદ દ્વાર ખૂલતા જ દ્વારકાધીશના દર્શન કરવા દોડ્યા ભક્તો...
કોરોના મહામારીને કારણે ઈતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ જગતમંદિર જન્માષ્ટમીના દિવસે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. તેથી પાવન પર્વના દિવસે દ્વારકાધીશ મંદિરનું પરિસર એકદમ ખાલી જોવા મળ્યું હતું
રાજુ રૂપારેલિયા/દ્વારકા :ચારધામ અને સાત પૂરીમાં જેમની ગણના થાય છે, તે પ્રખ્યાત જગત મંદિરનાં દ્વાર ચાર દિવસ બધ રહ્યા હતા. જન્માષ્ટમી (Janmastami) એ પણ ભક્તો તેના દર્શન કરી શક્યા ન હતા. ત્યારે આજે ચાર દિવસ બાદ દ્વારિકા મંદિર ખૂલતા ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ખુદ ભગવાનનાં જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીનાં સતત ચાર દિવસ જગત મંદિરનાં દ્વાર ભાવિકો ભક્તો માટે બંધ રાખ્યા હતા. બાદ આજે કલેક્ટરનું જાહેરનામાનો સમય પૂર્ણ થતા મંદિર ભાવિકો માટે ખુલતા વહેલી સવારથી જ ભાવિક ભક્તો આવવાના શરૂ થયા હતા.
બીજો પુરુષ ગમી જતા પત્નીએ પતિનો કાંટો કાઢી નાંખ્યો
આ પ્રસંગે જગત મંદિરનાં દ્વાર ખૂલતા ઝી મીડિયાએ ભાવિક ભક્તો સાથે વાત કરી હતી. કેટલાક ભક્તોએ કહ્યું કે, તેઓ બહુ જ દૂરથી માત્ર જન્માષ્ટમીએ દર્શન માટે આવ્યા હતા. જન્માષ્ટમીનાં દર્શન ન થતાં અનેક ભક્તો દ્વારકામાં જ રોકાઈ ગયા હતા. તેમજ ભગવાનનાં દ્વાર દર્શન માટે ખૂલે તેની રાહ જોઈને બેસ્યા હતા. ત્યારે આજે તેમના માટે ખુશીનો દિવસ આવ્યો હતો. જન્માષ્ટમી બાદ દ્વાર ખૂલતા લોકો ખુશખુશાલ થઈને મંદિર તરફ દોડ્યા હતા. આજે અનેક ભક્તો પણ આજે દર્શન કરી આનંદ વિભોર થયા હતા. તો મંદિરના પૂજારી દ્વારા પણ ભગવાનને કોરોના દેશમાંથી વિદાય લે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
સવાર પડે ને હત્યા-લૂંટના બનાવ બને, અમદાવાદનો પૂર્વ વિસ્તાર ગુનાનું એપિ સેન્ટર બન્યું
તો મંદિર ખોલતાની સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. ભક્તો મંદિરમાં ભીડ ન કરે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. તેમજ તમામ નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ઈતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ જગતમંદિર જન્માષ્ટમીના દિવસે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. તેથી પાવન પર્વના દિવસે દ્વારકાધીશ મંદિરનું પરિસર એકદમ ખાલી જોવા મળ્યું. પરંતુ બહારથી આવેલા દ્વારકાધીશ ભક્તો જગતમંદિરના બહારથી દર્શન કરીને પરત ફર્યા હતા. આ દરમિયાન રાત્રિ ના જન્મોત્સવ દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બનાવવા અને ભક્તો ભાવપૂર્વક અને ધામધૂમ પૂર્વક જન્મોત્સવ ઉજવી શકે તે માટે કિર્તીદાન ગઢવીના સુમધુર કંઠે ભગવાનના હાલરડાનો કાર્યક્રમ ઓનલાઇન રાખવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર