ઝી ન્યૂઝ/દ્વારકા: જગતમંદિરના દ્વારા આજથી (તા.24) ફરી દર્શકો માટે ખુલી ગયું છે. કોરોનાના સંક્રમણને કારણે 17થી 23 સુધી દ્વારકા જગતમંદિર બંધ કરવામા આવ્યુ હતું. જો કે દ્વારકાધીશના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જગતમંદિરના દ્વાર ફરી દર્શનાર્થીઓ માટે આજથી ખોલવામાં આવ્યું છે. કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઈ છે, ત્યારે ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દ્વારકા કલેકટર દ્વારા તા.17 થી લઇને તા.23 સુધી જગતમંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.


આજે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેકટર દ્વારા તા.24થી શરતોને આધિન દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ઓછામા ઓછુ 6 ફૂટનુ અંતર રાખી ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામા આવશે.


મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube