મુસ્તાક દલ/જામનગર: હોળી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંદિરે ફૂલડોલ ઉત્સવની ઉજવણીનો એક અનેરો મહિમા છે ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓના સંઘ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાઓમાંથી પગપાળા યાત્રા કરી ભગવાન દ્વારકાધીશના આંગણે પહોંચી રહ્યા છે એ સમયે જામનગરના હાઇવે તેમજ વિવિધ માર્ગો પર ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આ ભક્તોની સેવા કરવા માટે પણ જામનગરમાં ઠેર ઠેર સેવાભાવીઓ દ્વારા સંખ્યાબંધ સેવા કેમ્પોનું આયોજન કરી પદયાત્રીઓની અનોખી સેવા કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધૂળેટીના તહેવારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ભગવાન દ્વારકાધિશ સાથે ધૂળેટી રમવાનો ગુજરાતભરના શ્રદ્ધાળુઓમાં એક અનોખો મહિમા રહેલો છે ત્યારે હાલ હવે ધૂળેટી ખૂબ જ નજીક આવી રહી છે એ સમયે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના માંથી પણ શ્રદ્ધાળુઓ અને વિવિધ સંઘો પગપાળા કરી જય રણછોડના નાદ સાથે અને ભગવાનને ચઢાવવાની ધજા લઈ હાલ જામનગરના હાઇવે તેમજ જામનગર શહેરમાંથી પસાર થતા વિવિધ માર્ગમાંથી ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા દ્વારા દ્વારકા તરફ જતાં નજરે ચડે છે.


અરેરાટી ફેલાય તેવી ઘટના, 17 દિવસ ગુમ પરિવારના 4 સભ્યોના મૃતદેહો કેનાલમાંથી મળ્યા


પદયાત્રીઓનું ઘોડાપુર વહેતો હોય તેવો નજારો હાલ જામનગરમાં જોવા મળી રહ્યો છે. જ્યારે પદયાત્રીઓમાં પણ ભગવાન દ્વારકાધીશની ધૂળેટીનાં ફુલડોળની ઉજવણીને લઈને અનેરી આસ્થા સમાયેલી હોય જેથી કોઈ પણ જાતના દુઃખ વગર અને સતત ઘણા દિવસોનું અને કિલોમીટરોના લાંબા અંતર કાપી પગપાળા વડે ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચી રહ્યા છે.


ગુજરાતમાં આ સ્થળે થાય છે પ્લાસ્ટિકનું વણાટકામ


તો બીજી તરફ હજારોની સંખ્યામાં પગપાળા વડે પસાર થતાં પદયાત્રીઓની સેવા કરીને ભક્તિનો અનેરો લાભ લેતા વિવિધ સેવાભાવી કેમ્પો પણ જામનગરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે...રસ્તા પરથી પસાર થતાં તમામ પદયાત્રીઓને સેવા ભાવી કેમ્પો દ્વારા ચા પાણી નાસ્તો તેમજ બપોરે અને રાત્રીના સમયે જમવાની વ્યવસ્થા અને રાતવાસો કરવા માટે સૂવાની વ્યવસ્થા ઉપરાંત કોઇ પણ જાતની બીમારી હોય તો તે માટે ડોકટર અને દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


 



ખૂબ મોટું લાંબુ અંતર કાપીને પદયાત્રીઓ પસાર થતા હોય જેથી પગમાં જો સોજા ચડી જાય તો તેમને પગ માલિશ સહિતની અનેક સેવાઓ કરી પુણ્યનું ભાથું બાંધવામાં આવી રહ્યું છે. જયારે સેવાભાવી કેમ્પોની આ અનોખી સેવાઓને લઈને પદયાત્રીઓ પણ ખુશ થતા નજરે ચડે છે અને સેવા કેમ્પોમાં મળતો લાભ લઈ હોંશે હોંશે ભગવાન દ્વારકાધીશની પદયાત્રા પૂરી કરે છે.