ગુજરાતમાં આ સ્થળે થાય છે પ્લાસ્ટિકનું વણાટકામ

દિવસેને દિવસે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. પણ આ પ્લાસ્ટિકનો નાશ થતો નથી અને તે પર્યાવરણ, ખેતી અને જમીનને નુકશાન કરે છે. ત્યારે ભૂજની એક સંસ્થા પ્લાસ્ટિકના ઉપયોગથી રોજગારી આપે છે. પ્લાસ્ટિકનો કચરો વિશ્વ માટે વિકટ સમસ્યા બની છે, ત્યારે કચ્છના કમાલ કારીગરો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવો માર્ગ ચીંધે છે. 
ગુજરાતમાં આ સ્થળે થાય છે પ્લાસ્ટિકનું વણાટકામ

રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :દિવસેને દિવસે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. પણ આ પ્લાસ્ટિકનો નાશ થતો નથી અને તે પર્યાવરણ, ખેતી અને જમીનને નુકશાન કરે છે. ત્યારે ભૂજની એક સંસ્થા પ્લાસ્ટિકના ઉપયોગથી રોજગારી આપે છે. પ્લાસ્ટિકનો કચરો વિશ્વ માટે વિકટ સમસ્યા બની છે, ત્યારે કચ્છના કમાલ કારીગરો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવો માર્ગ ચીંધે છે. 

કેવી રીતે થાય છે પ્લાસ્ટિકનું વણાટકામ
કચ્છમાં ખમીર નામના પ્રોજેક્ટ અંતર્ગત કામદારો શાળા, દુકાન, ફેક્ટરી તથા ઘરે-ઘરે ફરીને પ્લાસ્ટિક એકત્ર કરે છે. ત્યારબાદ પ્લાસ્ટિકને ધોવામાં આવે છે અને રંગ અને ગુણવત્તા પ્રમાણે અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ ઝીણી પટ્ટીઓ કાપીને દોરીમાં રૂપાંતરિત કરાય છે. મહિલાઓ દ્વારા તેને કાપડ સાથે વણીને ચટ્ટાઇ, દફતર, ઓશીકુ, થેલી, પાકીટ અને બીજી અનેક વસ્તુઓ બનાવે છે. પીટ લૂમ કચ્છની એક પ્રાચીન વણાટ કલા છે. પર્યાવરણ માટે ફાયદાકારક એવા આ કલાએ સેંકડો મહિલાઓ, દિવ્યાંગ અને વૃદ્ધોની રોજગારી આપી છે. મહિલાઓ સંસ્થામાં ઉપરાંત ઘરે બેસીને પણ કામ કરતી હોય છે. આ ઉત્પાદનોએ રાષ્ટ્રીય લેવલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને પ્રશંસા પણ મેળવી છે. તાજેતરમાં જ એક વર્કશોપમાં ન્યુઝીલેન્ડના 10 મહિલાઓ 2 પુરુષ સહિત આ કામગીરી જોવા અને શીખવા અહીં આવેલા છે. આમ પર્યાવરણ મુદ્દે સમગ્ર વિશ્વ ચિંતિત છે, ત્યારે આ પ્રયાસ ખેતીવાડી, જમીન, જંગલોને થતું નુકશાનથી બચાવે છે અને રોજગારી પણ આપે છે.

ખમીર સંસ્થાના સંચાલક ઘટિત લહેરુ કહે છે કે, 2005માં ખમીર સંસ્થાની શરૂઆત થઇ હતી. સંસ્થાનો મુખ્ય હેતુ કચ્છની સ્થાનિક હસ્તકલાને ટકાવી રાખવાનો અને આ કલાનો વારસો આગળ વધતો રહે એ જ છે. આ વિશે ન્યૂઝીલેન્ડની એક એનજીઓની મહિલા કર્મચારી પેલ્નતા વોશએ જમાવ્યું કે, અમે અહિં પહેલીવાર પ્લાસ્ટિકનું વણાટકામ જોયું. જે ખરેખર પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં સારો પ્રયાસ છે. અહી મહિલાઓ કામ કરીને સ્વનિર્ભર બની રહી છે. 

જે 14 માઈક્રોનથી 40 માઈક્રોનનું પ્લાસ્ટિક સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, તે વેસ્ટ પ્લાસ્ટિકને ભેગું કરીને અહી વણાટકામ કરાય છે. તે કાપડની જેમ જ હોય છે. પ્લાસ્ટિકનું વણાટ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેનાથી પર્યાવરણને હાલના તબક્કે થતા નુકસાનથી બચાવી શકાય છે. 40 થી 50 બહેનો પ્લાસ્ટિકમાંથી ચટાઈ, પર્સ વગેરે વસ્તુઓ બનાવે છે. જેથી મહિલાઓને ઘર બેઠા રોજગારી મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news