હિતેન વિઠ્ઠલાણી/ નવી દિલ્હીઃ નવી કેન્દ્ર સરકારનું પૂર્ણકાલીન બજેટ તાજેતરના બજેટ સત્રમાં રજૂ થવાનું છે. આ બજેટથી પહેલા દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારામન વિવિધ રાજ્યોના નાણામંત્રીઓની મુલાકાત કરી રહ્યા છે અને તેમની પાસેથી સુચનો માગી રહ્યા છે તથા રાજ્યની જરૂરિયાતો અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. જેથી તેમને નવું બજેટ તૈયાર કરવામાં સરળતા રહે. આ જ સંદર્ભમાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે કેન્દ્રીય નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યની વિવિધ જરૂરિયાતો મુદ્દે ચર્ચા કરી હતી. સાથે જ આ બેઠકમાં નીતિન પટેલે ગુજરાત તરફથી 7 સુચનો પણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન પટેલની કેન્દ્રીય નાણામંત્રી સાથે આ પ્રથમ મુલાકાત હતી. ગુજરાતમાં દારૂબંધીના કારણે સરકારને આવક ઓછી થતી હોવાથી કેન્દ્ર સરકારને વધુ ગ્રાન્ટ આપવા માટે નીતિન પટેલે વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વિશેળ માગ કરી હતી. 


નીતિન પટેલે કરેલી માગણીઓ


  • ગુજરાતમાં દારૂબંધી હોવાથી એક્સાઇઝની આવકમાં નુકશાન થતું હોવાથી કેન્દ્રને વધુ ગ્રાન્ટ આપવા કરી વિનંતી.

  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે વધુ ગ્રાન્ટ ફાળવવા કરી માગણી.

  • ગુજરાતમાં ગ્રાન્ટેડ હાઈસ્કૂલ માટે પણ કેન્દ્ર તરફથી ગ્રાન્ટ આપવા કરી માગણી.

  • આશા વર્કર બહેનો માટે પણ પગાર વધારવાની પણ રજુઆત કરી.

  • આંગણવાડી વર્કરના પગાર વધારવા પણ માગણી કરી.

  • સિનિયર સીટીઝન, દિવ્યાંગ સહિતના ભારત સરકારના તમામ લાભાર્થીઓમાં વધારો કરવા કરી માગ.

  • ગુજરાતમાં પાણીની અછત હોવાથી પાણીની તમામ સિંચાઈ યોજના માટે સરકાર પાસે માગી મદદ. 

  • સિંચાઈ યોજનાથી ખેડૂતોને પણ થશે લાભ. 

  • સૌરાષ્ટ્ર માટે વધુ પાણી પહોંચાડવા માટે સરકાર સમક્ષ વધારાની મદદની માગ.


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....