તેજસ દવે/મહેસાણા : શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: રાજ્યમાં નવા 1204, 1338 સાજા થયા, 12 દર્દીઓનાં મોત


આજે કોરોના નો કહેર વધ્યો છે અને વેકસીન વિના છૂટકો નથી, તેવામાં વેક્સીન ભારતમાં તૈયાર થાય અને તે વેક્સીન મતદાન મથક સુધી પોહચીને આયોજન બંધ લોકોને મળી રહે તે માટે ખાસ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ નિવેદન મહેસાણામાં આપ્યું હતું. વેકસીન માટે ગુજરાત સરકાર તરફથી તમામ તૈયારી કરી દેવાઈ હોવાનો સુર આરોગ્ય મંત્રીએ આપ્યો હતો. જેમાં સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન અને વેકસીન આપનાર કર્મચારીઓને તાલીમની કામગીરી પૂર્ણ થયાનું જણાવ્યું હતું. 


BTP સાથે છુટાછેડા અને પ્રણવ મુખર્જીએ સોનિયા ગાંધી પર કરેલા પ્રહારો મુદ્દે કોંગ્રેસનાં ગોળગોળ જવાબ


કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 50 થી ઉપરના લોકોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં તૈયાર થશે અને 50 થી નીચેના ગંભીર બીમારી વાળા લોકોનું લિસ્ટ પણ એમાં જોડીને વેક્સીન આપવાની તજવીજ કરવામાં આવશે. એક સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન બંધ કામ કરાઈ રહ્યય છે. પ્રથમ તાબક્કામ આરોગ્ય, પોલીસ અને 50 થી ઉપરના વયના વ્યક્તિઓને વેકસીન આપવામાં આવશે તેવી માહિતી આપી હતી. ત્યાર બાદ અન્ય લોકોને વેક્સીન જેમ જેમ મળશે તેમ આપવામાં આવશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી એ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube