રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને લઇ નિતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તેમના તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર સ્થિત શિવવિલા પેલેસ ખાતે લઇ જવાયા છે. ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ જયપુર હોવાથી વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તેમના તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર સ્થિત શિવવિલા પેલેસ ખાતે લઇ જવાયા છે. ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ જયપુર હોવાથી વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, પ્રજાના પ્રશ્નો પૂછવાને બદલે પોતાની ખુરશી બચાવવા વિપક્ષ જયપુરમાં બેઠક કરી રહ્યું હતું. ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ ધારાસભ્યોના ગુજરાતમાં પરત આવવા પર અને વિધાનસભા પ્રવેશ પર મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો:- સત્તાના સોગઠા: રાજ્યસભાની 4 બેઠકો માટે રસાકસી, જાણો શું છે કોંગ્રેસનું ગણિત
વિધાનસભા ગૃહમાં એક સભ્યએ કહ્યું કે કોંગ્રેસ શબ્દ ન હોવો જોઇએ. ત્યારે નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિપક્ષે કોઈ તો જોઇએને, આપણે બેટિંગ કરીએ તો સામે ફિલ્ડિંગ કરવાનારા તો જોઇએને. વિપક્ષને શું કબુદ્ધિ સુજી કે તેઓ જ્યાં કોરોના વાયરસ નથી તેવા ગુજરાતથી રાજસ્થાન ગયા. સ્વિમિંગ પુલમાં ધબુકા મારતા હશે પ્રદીપસિંહ ધ્યાન રાખજો. મારુ આરોગ્ય ખાતું છે, તો મારે નાગરિક તરીકે ધ્યાન રાખવું પડશે. શક્ય હોય તો રાજસ્થાનના મુખ્યમંત્રીને મેઈલ કરીશ.
આ પણ વાંચો:- કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા મહત્વના પ્રવાસન સ્થળો કરાયા બંધ
Live TV:-