અશોક બારોટ/જૂનાગઢ: રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં નકલી જીરું પકડાયું હતું તો દોઢ વર્ષથી ધમધમતું નકલી ટોલનાકું પણ ઝડપાયું, પછી નકલી MLA ઝડપાયા અને હવે જાણીને આશ્ચર્ય થશે કે જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાયો છે. જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ નકલી ડીવાયએસપી ઝડપાયો. મુળ અમદાવાદના મણિનગરનો રહેવાસી અને વડોદરામાં રહેતો તથા ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ ડીવાયએસપીનો રોફ મારતો પોલીસના હાથે ઝડપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સ્પેશિયલ 26' ની જેમ ઈન્ટરવ્યૂ, નોકરી અપાઈ, 200 લોકો જોડે પૈસા પડાવી મેનેજમેન્ટ ગુમ


તાજેતરમાં નકલી MLA ઝડપાયા બાદ હવે ડીવાયએસપી તરીકેનું બનાવટી આઈ કાર્ડ રાખી ડીવાયએસપીનો હોદ્દો ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતો અમદાવાદનો વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. લોકોને છેતરવા DYSP તરીકેની ઓળખ આપી બનાવટી આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સામાન્ય લોકોને બતાવી સરકારી ડીપાર્ટમેન્ટમાં પોતે ઉચ્ચ અધિકારીઓને ઓળખે છે અને પોતાનું સેટીંગ છે. તેમ જણાવી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લોકો પાસેથી ખુબ જ મોટી રકમના નાણા પડાવી છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યો છે. 


રાજકોટમાં આવેલો છે ભૂતિયો મહેલ, સાંજ પડતા આવવા લાગે છે રહસ્યમયી અવાજો


નકલી ડીવાયએસપી વિનીત દવેએ સૌરાષ્ટ્રમાં 17 જેટલા લોકો સાથે નોકરી આપવાની લાલચ આપી અંદાજે બે કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું, જે નકલી ડીવાયએસપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એમ.જી.રોડ પર થી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવવામાં આવ્યો છે. 


કૃપા કરીને ધ્યાન આપો! અમદાવાદ મેટ્રો 13 ડિસેમ્બરે વસ્ત્રાલ-થલતેજ લાઇન પર નહીં દોડે


ભેજાબાજે પોતાના ફેમિલી કોર્ટના ડ્રાઈવર સાથે સિવિલ પ્રિન્સીપાલ જજનું ડુપ્લીકેટ કાર્ડ પણ બનાવ્યું હતું. ઉપરાંત ડીવાયએસપી તરીકેનું નકલી કાર્ડ પણ બનાવ્યું હતું. પાટણના બે પોલીસકર્મીઓના પણ આઈકાર્ડ બનાવ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.