ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ એસીબીની ટીમે ડીવાયએસપી સહિત એક પોલીસ કોન્સ્ટેબલને 8 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. મહત્વનું છે, કે રાજકોટના આવરાક રેસ્ટોરન્ટ પાસે જાહેર જગ્યા પર લાંચ લેતા  Dy.S.P જે. એમ. ભરવાડને અમદાવાદ એસીબીની ટીમે ઝડપી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંતર્ગત આરોપીને રજુ કરવા અને માર નહિ મારવા માટે ડીવાયએસપીએ 10 લાખ રૂપિયાની લાંચમાગી હતી. અને અંતે 8 લાખની લાંચ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એસીબીએ છટકુ ગોઠવીને ડીવાયએસપી અને તેમની સાથે એક પોલીસ કોન્સ્ટેબલને લાંચની રકમ લેતા ઝડપી લીધા છે.


અક્ષરધામ આતંકી હુમલાનો આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો સેશન્સ કોર્ટનો હુકમ


જુઓ LIVE TV:



મહત્વનું છે કે ફરિયાદીના મિત્રનું નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હોવાથી ડીવાયએસપીએ 8 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જે અમદાવાદ એસીબીની ટીમે છટકુ ગોઢવીને લાંચની રકમ સાથે રંગે હાથે ઝડપી લીધા હતા.