ગાંધીનગરઃ આજે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના અનુ.જાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ યોજાઇ હતી. આ બેઠક મોરચાના પ્રમુખ અર્જૂનભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં યોજાઇ હતી. આ બેઠકમાં મોરચાના પ્રમુખ અર્જૂનસિંહ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજની 27માંથી 23 બેઠકો જીતવામાં સૌ કાર્યકરોએ મહત્વનો ફાળો આપ્યો છે તે બદલ અભિનંદન પાઠવ્યા. વિઘાનસભા ચૂંટણી પછી લોકસભાની ચૂંટણીમાં પણ આપણો ટાર્ગેટ છે કે દરેક બેઠક પાંચ લાખ મતોથી જીતવાની છે તેમાં આપ સૌ મહેનત કરશો. વિઘાનસભાની બે બેઠકો દાંતા અને ખેડબ્રહ્મા હારી ગયા તેનો અફસોસ છે.


આ પણ વાંચોઃ અમદાવાદમાં EWS અને LIG ના 5000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ડ્રો થશે, જાણો વિગત
 
પાટીલએ વધુમાં જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજના વિકાસ માટે સૌનો સાથ,સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ સૌના વિકાસના મંત્રને સફળ પ્રયત્ન કરવા આવ્યા તેના કારણે લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજય અને કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે જેથી સમાજને પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યઓ દ્વારા આદિવાસી સમાજને કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે. નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પહેલીવાર દેશના મહત્વના પદ પર આદિવાસી મહિલાને નેતૃત્વ આપ્યું છે. 


કોંગ્રેસ આદિવાસી સમાજના લોકોને પોતાના ખીસ્સામાં છે તેમ માનતી કોંગ્રેસે આજદીન સુઘી મહત્વના પદ પર આદિવાસી સમાજને જવાબદારી આપી નથી. કોંગ્રેસે આદિવાસી સમાજનો ઉપયોગ ફકત મતદાર તરીકે કર્યો છે પરંતુ પીએમ નરેન્દ્રભાઇ મોદીએ  દ્રોપદી મુર્મુજીને પહેલા ગવર્નર બનાવ્યા અને પછી રાષ્ટ્રપતિ બનાવ્યા એટલુ જ નહી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેઓ સૌથી વધુ મતે જીતે તેના માટે પ્રયત્ન કર્યા છે. તે જણાવે છે કે આદિવાસી સમાજ માટે કેટલી લાગણી છે. કોંગ્રેસ ભાગલા પાડો ને રાજ કરોની રાજનીતી કરતી હતી. આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે ત્યારે સરકારનો લાભ લઇ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરજો અને દરેક સરકારી યોજનાનો લાભ આદિવાસી સમાજને મળે તે માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરજો. આવનાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા સાથે મળી પ્રયાસ કરજો. 


આ પણ વાંચોઃ 12 મહિનાના એક સાથે મસાલા ભરો છો તો સાચવજો, વેપારીઓ કરે છે આ બ્રાન્ડમાં ભેળસેળ