ઉદય રંજન/અમદાવાદ: શહેરના ચાંદલોડિયા પાસે આવેલા વિશ્વકર્મા બ્રિજ નીચે વહેલી સવારે હત્યાનો એક બનાવ બન્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ મૃતકનોમૃતદેહ લઈને સીધો સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘટના અંગે પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માત; 9 લોકોનાં મોત, જીપની બ્રેક ફેઈલ થતાં..


અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની એક અજગતી ઘટના સામે આવી. જ્યાં ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો.  પરંતુ હત્યા કરવાનું પ્રાથમિક કારણ સાંભળતા કદાચ આપ પણ હજમચી જશો. કારણકે પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના બનાવમાં મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ અને હથિયારો વેદાંત બંને મિત્રો જ હતા. 


ઓ તારી! આયુર્વેદિક સીરપ બાદ હવે નશાયુક્ત ચોકલેટ! યુવાનોને નશાના રવાડે ચડાવવાનું ષડયં


મોડી રાત સુધી ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા હતા. તે દરમિયાન કોઈ કારણોસર બંને વચ્ચે તકરાર થઈ છે અને વેદાંતે સ્વપ્નિલને તીક્ષ્ણ હથિયારના ઘા  ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. બાદમાં વેદાંતે હત્યા કરી હોવાનો સહેજ પણ રંજ રાખ્યા વગર તે મૃતક મિત્રને હોસ્પિટલ લઈ જવાને બદલે સીધો કારમાં પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યો હતો. 


હમાસનો વધુ એક ટોચનો કમાન્ડર ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો, ગાઝાના લોકો મોતના ભય


બનાવ અંગે હકીકત સાંભળતા પોલીસ પણ ચોકી ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશન બેસાડી મૃતદેહ ને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જોકે મિત્ર વેદાંત સાથે તેની મિત્રતા જૂની હોવાથી ઘણી બેઠક ઉઠક હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. પરંતુ રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસના સમયગાળામાં સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી. 


આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર


જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ જઈ સ્વપ્નિલને કારમાં જ તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ વેદાંત સીધો અમૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હાલ સોલા હાઇકોર્ટ પોલીસે પણ મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આરોપી વેદાંતની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ત્યારે વેદાંતની પૂછપરછ બાદ સામે આવશે કે ખરેખર સ્વપ્નિલ પ્રજાપતિની હત્યા કયા કારણોસર કરી.


સાવચેત રહેજો! DCPથી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધીનો કાફલો નવરાત્રી મેદાનોમાં રહેશે તૈનાત