રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો હતો. જો કે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. તો અનેક લોકો પોતાની દુકાનોમાંથી બહાર આવી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના દુધઈ નજીક 2.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. દુધઈ 21 કિમી સિસ્મોલોજી પર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. મોડી રાત્રે 8.30 વાગે 2.9 ની તીવ્રતાનો આ આંચકો હતો. જોકે, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા.


ભાણવડ, ઓખા અને થરા પાલિકાનું આજે જાહેર થશે પરિણામ, કોણ મારશે બાજી?


ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5 માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.


પાટનગર પર કોણ કરશે રાજ? મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર


ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube