ગીર સોમનાથમાં મોડી રાત્રે ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે
અમદાવાદ : ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની તો માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાઓમાંથી બહાર આવ્યા બાદ હવે ભૂકંપના આંચકાઓ પણ આવી રહ્યા છે. ગીર સોમના જિલ્લામાં ભુકંપનાં બે આંચકાઓ આવ્યા હતા. ગીર પંથકમાં રાત્રે 09.55 કલાકે છેલ્લો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઝટકો એટલો તિવ્ર હતો અને રાતનો સમય હોવાથી લોકો ભૂકંપનો આંચકો અનુભવીને બહાર દોડી આવ્યા હતા.
અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના: ગાડી કોંગ્રેસી MLAનું હોવાનું સામે આવ્યું
બહુચર્ચિત બીટ કોઇન કાંડના નિશા ગોંડલિયા પ્રકરણમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો!
એક જ દિવસમાં બે ભૂકંપના આંચકાઓ આવતા ગીર સોમનાથ જિલ્લાનાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લાનાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપનું કેન્દ્ર તલાલાથી 9 કિલોમીટર દુર ઇસ્ટ સાઉથ ઇસ્ટ કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે. હાલ તો રાત્રીનાં સમયે આંચકો આવવાનાં કારણે સ્થાનિક લોકોમાં ડર અને ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો ઘરની બહાર જ રહેવા માટે મજબુર બન્યા છે. હવે ફરી આફ્ટર શોક્સ આવે તેવી શક્યતાઓને જોતા લોકો બહાર જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. અથવા તો ટોળા વળીને ખુલ્લા મેદાનમાં બેઠક જમાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube