અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના: ગાડી કોંગ્રેસી MLAનું હોવાનું સામે આવ્યું

શહેરમાં હિટ એન્ડ રનની વધારે એક ઘટના સામે આવી છે. મેમનગર નજીક થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. 

Updated By: Dec 2, 2019, 11:16 PM IST
અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના: ગાડી કોંગ્રેસી MLAનું હોવાનું સામે આવ્યું

અમદાવાદ : શહેરમાં હિટ એન્ડ રનની વધારે એક ઘટના સામે આવી છે. મેમનગર નજીક થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. 

ગુજરાતમાં સુરક્ષીત નથી મહિલા, આ આંકડાઓ જોઇ તમારો ભ્રમ જરૂર ભાંગી જશે

ઘટના બાદ ગંભીર સ્થિતીમાં ઘાયલ પ્રફુલ પટેલને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસે હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં ગાડી કોંગ્રેસી શૈલેષ પરમારની હોવાનું સામે આવ્યું છે. જો કે શૈલેષ પરમારનો સંપર્ક કરતા તેમણે ગાડી પોતાનું હોવાનું સ્વિકાર્યું હતું. જો કે સાથે સાથે તે ગાડીમાં પોતે નહી હોવા અને ગાડી ડ્રાઇવર ચલાવી રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. 

બીનસચિવાલય ક્લાર્કની પરિક્ષામાં તમને થયો છે અન્યાય? કોંગ્રેસ કરશે મદદ

લો બોલો ! 75% પુત્રવધુઓ માને છે કે ઝગડાના કારણે સાસુ પ્રત્યે પ્રેમ વધે છે
હિડ એન્ડ રનની ઘટનામાં ગાડી એટલી સ્પીડમાં હતી કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. ગાડી એટલી સ્પીડમાં હતી કે એક્ટિવા 10 ફુટ જેટલી ઘસડાઇ હતી. ચાલક ખુબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જો કે ગાડીનો ચાલક ફુલ સ્પીડથી ત્યાંથી નિકળી ગયો હતો. સ્થાનિકોએ ઘાયલ વ્યક્તિને 108ની મદદથી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube