મુનાવરખાન બેલીમ/સુરેન્દ્રનગર: શનિવારે સાંજના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આસપાસના વિસ્તારોમાં ભૂકંપના બે આંચકા અનુભયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભૂકંપ શનિવારે સાંજે 6.30ની આસપાસ આવ્યા હતા. 


વહુએ બોથડ પદાર્થ મારી વૃદ્ધ સાસુની કરી હત્યા, દિકરીની લીધી હતી મદદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સાયલા તાલુકાના થોરિયાળી અને વખતપર ગામની આસપાસ ભૂકંપનુ એપી સેન્ટર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્રએ જણાવ્યું હતું કે, રીક્ટર સ્કેલ પર 1.5 થી 2.0 તીવ્રતા નોઘાઇ હતી. ભૂકંપની ધ્રુજારી આવવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.


અમદાવાદથી ઝડપાયો ખુખાર આતંકી: ઇસ્લામ નહિ માનનારાની કરતો હત્યા


ઘ્રુજારી અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. થોડા સમય ધ્રુજારી બંધ થતા પણ મોટી સંખ્યામાં લોકો ભયને કારણે ઘરની બહાર ઉભા રહ્યા હતા.