વડોદરાઃ દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ છે. તેની અસર હવે પડવા લાગી છે. લૉકડાઉનને કારણે વડોદરા મહાનગર પાલિકાને પણ નુકસાન થઈ રહ્યું છે. આવક ઘટવા કોર્પોરેશનની આર્થિક સ્થિતિ કથળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લૉકડાઉનને કારણે વડોદરા મહાનગર પાલિકાને વેરા અને લાગતોની 49 કરોડ રૂપિયાની આવક થઈ શકી નથી. આવક ન થતાં શહેરમાં સેનેટાઇઝેશનની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે. કોર્પોરેશનમાં મેન્ટેનન્સ અને લાઈટ બીલનો મહિને 80 કરોડનો ખર્ચ આવે છે. હવે આવકમાં ઘટાડો થતાં મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર પણ ચિંતામાં છે. જો સ્થિતિ યથાવત રહી તો આગામી સમયમાં કર્મચારીઓને પગાર ચુકવવામાં પણ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ છે. હાલ તો કોર્પોરેશન રાજ્ય સરકાર પાસે રાહત પેકેજની આશા રાખી રહ્યું છે. 


ગુજરાતને પણ પડ્યો ફટકો
લૉકડાઉનને કારણે આર્થિક ગતિવિધિ બંધ હોવાથી રાજ્ય સરકારની આવક પર પણ અસર પડી છે. ગઈકાલે મીડિયા સાથે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્યની જીએસટી આવકમાં ઘટાડો થયો છે. નીતિન પટેલે કહ્યું કે, વેપાર ધંધા બંધ હોવાને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. 


60મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર