ગૌરવ દવે/રાજકોટ :કોરોનાના બે વર્ષ બાદ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવણીનો લ્હાવો મળ્યો છે, ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખરા તહેવાર સમયે જ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે. ત્યારે દર અઠવાડિયે ખાદ્યતેલમાં થઈ રહેલો ભાવ વધારો લોકોનું ટેન્શન વધારી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહમાં ખાદ્યા તેલના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જેને કારણે ઘરનું બજેટ ખોરવાયું છે. આજે ફરીથી પામોલિન તેલ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કેટલો ભાવ વધ્યો 
રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરીએ તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. પામતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 1990 થી વધીને 2080 રૂપિયા પર પહોંચ્યો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયા પાર પહોંચ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થયો છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં, ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ



તેલનો ભાવ વધ્યો, તો ફરસાણના ભાવ પણ વધશે
તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.


આ પણ વાંચો : મહોરમમાં માતમ : જામનગરમાં તાજિયા જુલુસમાં 15 ને કરંટ લાગ્યો, 2 યુવકોના મોત


ગરીબ પરિવાર માટે સરકાર સસ્તા ભાવે તેલ આપશે
તહેવારોની મોસમ આવી રહી છે. આવામં ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યાં છે. જે મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોસાય તેમ નથી. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહત આપી છે. રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને 100 રૂપિયા લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે.