• રાજ્યમા કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર હરકતમા

  • ૧૦ હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી થશે

  • ટેટ ૧ અને ૨ પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર

  • ટેટ ૨ પાસ ઉમેદવારો ની ભરતી વધુ થવાની શક્યતા

  • ટેટ ૧ પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ભરતી ઓછી થશે

  • આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે


Teacher Recruitment: શું તમે પણ લાંબા સમયથી ગુજરાત સરકારમાં શિક્ષક તરીકે કામ કરવા તૈયારી કરી રહ્યાં છો? શું તમે પણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો હિસ્સો બનવા માંગો છો? તો તમારી આતુરતાનો અંત આવ્યો છે. હવે ગુજરાત સરકારે રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકારે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. હાલ તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમા કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર હરકતમાં આવી ગઈ છે. આ વખતે એક સાથે ૧૦ હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં થોડા સમય પહેલાં મળેલી કેબિનેટમાં પણ આ મુદ્દે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે અધિકારીઓએ દ્વારા આ અંગે વધુ ડિટેલ સાથે સીએમને સંપૂર્ણ માહિતી સુપરત કરી છે. જેને પગલે હવે આ ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. 


ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર એક સાથે આટલાં બધા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી કરવામાં આવશે. ખાસ કરીને ટેટ ૧ અને ૨ પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ટેટ ૨ પાસ ઉમેદવારો ની ભરતી વધુ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ટેટ ૧ પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ભરતી ઓછી થશે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે.


અગાઉ પણ TET-TAT ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષકોની ભરતીને લઇને સારા સમાચાર આપવામાં આવ્યાં હતાં. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો.


ઉલ્લેખનીય છેકે, આ રીતે ગુજરાત સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી કરવાની તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં 3.83 ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે.