Board Exam : ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ધો. ૧૦ અને ધોરણ 12માં ૩૦ ટકાથી ઓછું રિઝલ્ટ ધરાવતી દરેક સ્કૂલે ૪૫ મિનીટ બાળકોને વધુ ભણાવવું પડશે.  દરેક ડીઈઓ દ્વારા પોતાના જિલ્લાની રીઝલ્ટમાં નબળી સ્કૂલોને પરિણામ વધારવા માટે ગેરહાજર છાત્રોને અભ્યાસ માટે બોલાવવાનો આદેશ કરાયો છે. શાળાઓને સ્કૂલનું પરિણામ વધારવા માટે હવે આચાર્ય અને શિક્ષકો પર જવાબદારી સોંપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બોર્ડનું પરિણામ ૧૦થી ૩૦ટકા જ હોય તેવી રાજ્યમાં અનેક સ્કૂલો છે ત્યારે સ્કૂલોનું પરિણામ વધારવા માટે યાદી તૈયાર કરીને તમામ સ્કૂલોને એક્શન પ્લાન બનાવવા આદેશ કરાયો છે. સ્કૂલોએ શૂન્ય તાસનું આયોજન કરીને સમયપત્રક તૈયાર કરવાનું રહેશે અને ડીઈઓને પાંચ દિવસમાં જમા કરવાનું રહેશે. આ ઝીરો તાસમાં કચાશ ધરાવતા વિષયોનું પરિણામલક્ષી કામ કરવાનું રહેશે અને ૪૫ મીનિટ વધારાનું શિક્ષણ કરાવવાના આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગ કોઈ પણ સંજોગોમાં બોર્ડનું રિઝલ્ટ વધારવા માગે છે. એટલે શાળાઓને ભણાવવા માટેના આદેશો થયા છે. શાળાઓએ પણ આ ઝીરો તાસમાં તમામ વિદ્યાર્થીઓ કરજીયાત હાજર રહે તે સુનિશ્ચિત કરી ગેરહાજર વિદ્યાર્થીઓને બોલાવવા માટે પ્રયત્નો કરવા પડશે. ફોન કોલ રજિસ્ટર નિભાવવું પડશે તથા વાલીઓનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તજજ્ઞો દ્વારા તૈયાર રાયેલ સ્ટડી મટિરીયલ તમામ વિદ્યાર્થીઓને પહોંચાડવાનું રહેશે.


આ પણ વાંચો : 


ગુજરાતમાં નવા ડીજીપી કોણઃ સંજય શ્રીવાસ્તવ, કરવાલ, તોમર કે વિકાસ સહાય?


પત્નીએ અઢી વર્ષથી શારીરિક સંબંધ ન બાંધતા પતિએ આઠ વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ


શિક્ષણ કાર્ય દરમિયાન નિયમિત કસોટી લેવાના પણ આદેશ થયા છે. દરેક વિષયનો અભ્યાસક્રમ 100 ટકા પૂર્ણ કરવાની સાથે દરેક છાત્ર 33 ટકાથી વધુ ગુણ મેળવી પાસ થઈ જાય એ માટે પણ શાળાએ તૈયારીઓ કરાવવી પડશે. 2023ની બોર્ડની પરીક્ષામાં 80 ટકાથી વધુ સ્કૂલનું પરિણામ આવે તે માટે સ્કૂલના આચાર્યથી લઈને શિક્ષક સુધીએ જવાબદારી નિભાવવી પડશે. આચાર્યએ પોતાના વિષય શિક્ષણ કાર્ય ઉપરાંત ફરજિયાત લોગબુક પણ ભરવાની રહેશે.


આ પણ વાંચો : હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, કહ્યું- કૂતરાઓની સાથે માણસોના જીવની ચિંતા કરવી