હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, કહ્યું- કૂતરાઓની સાથે માણસોના જીવની ચિંતા કરવી જરૂરી

રખડતાં કૂતરા એક રીતે રખડતો આતંક છે...તે ગમે ત્યારે ગમે તેને નુકસાન કરી શકે છે. સુરતનો આ બનાવ તેનો વધુ એક પુરાવો છે. આ દ્રશ્યો વિચલિત કરી શકે તેમ હોવાથી અમે આપને સીધા દેખાડી શકીએ તેમ નથી. 

હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, કહ્યું- કૂતરાઓની સાથે માણસોના જીવની ચિંતા કરવી જરૂરી

ઝી બ્યૂરોઃ ગુજરાતની જનતા રખડતા આતંકથી ત્રસ્ત છે. એક તરફ રસ્તા પર બેફામ દોડતાં વાહનોનો ત્રાસ છે, તો બીજી તરફ રખડતાં ઢોર અને રખડતાં શ્વાનની મોટી સમસ્યા છે. રાજ્યના કોઈના કોઈ ભાગમાં દરરોજ લોકો ઢોર અને કૂતરાનાં હુમલાનો ભોગ બને છે..એવામાં સુરતમાં ફરી એકવાર રખડતાં કૂતરાનો આતંક સામે આવ્યો છે. કૂતરાએ એક બાળકી પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી છે...અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું તંત્ર આ બનાવ બાદ અચાનક હરકતમાં આવી ગયું. હાઈકોર્ટે પણ રખડતાં કૂતરાની સમસ્યા સામે તંત્રનો ઉધડો લીધો છે...

રખડતાં કૂતરા એક રીતે રખડતો આતંક છે...તે ગમે ત્યારે ગમે તેને નુકસાન કરી શકે છે. સુરતનો આ બનાવ તેનો વધુ એક પુરાવો છે. આ દ્રશ્યો વિચલિત કરી શકે તેમ હોવાથી અમે આપને સીધા દેખાડી શકીએ તેમ નથી. 

સુરતના અશ્વિનીકુમાર ફૂલપાડા વિસ્તારની હંસ સોસાયટીની બહાર રમતી બાળકી પર અચાનક એક કૂતરું હુમલો બોલી દે છે...તેને રસ્તા પર પછાડીને ચહેરાના ભાગે બચકા ભરે છે. 6 વર્ષની બાળકી કૂતરાનો પ્રતિકાર કરવા અક્ષમ હતી...બાળકીએ બૂમાબૂમ કરતા સોસાયટીમાં રહેતા એક મહિલા દોડી આવ્યા અને બાળકીને બચાવી લીધી...જો કે કૂતરાએ આ મહિલાને પણ પગના ભાગે બચકું ભરવાનો પ્રયાસ કર્યો..

કૂતરાએ બચકા ભરતાં બાળકીના ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે. એક તરફનો ગાલ લોહીલુહાણ થઈ ગયો...બાળકીને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવી, ત્યાં તેની સારવાર કરાઈ.

સ્થાનિકોનું માનીએ તો બાળકી પર હુમલો કરનાર શ્વાન હડકાયું હતું..ઘટના બાદ કોર્પોરેશનના સત્તાધીશો હરકતમાં આવ્યા, રખડતાં કૂતરા પકડતી ટીમે કૂતરાને શોધીને પકડી લીધું. શહેરનાં મેયરે આ બનાવ સામે દુખ વ્યક્ત કર્યું સાથે જ કોર્પોરેશનની કામગીરી પણ ગણાવી દીધી...

સત્તાધીશો ભલે કાર્યવાહીની વાતો કરતા હોય પણ રખડતાં કૂતરાના મુદ્દે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ વધ્યો છે...મેયર ભલે રોજનાં 30થી 35 શ્વાનને પકડવાનો અને છેલ્લા એક વર્ષમાં 6,500 શ્વાનનું ખસીકરણ કરવાનો દાવો કરતા હોય, પણ હકીકત એ છે કે રખડતાં કૂતરાનો આતંક ઘટતો નથી. રસીકરણ અને ખસીકરણ કર્યા બાદ નિયમ મુજબ કૂતરાને જે-તે વિસ્તારમાં છોડી દેવામાં આવે છે.

રાજ્યમાં દરરોજ સરેરાશ 397 લોકોને રખડતાં કૂરતા કરડે છે. સુરત સિવિલમાં કૂતરા કરડવાનાં દરરોજ 100 થી 125 કેસ આવે છે. જે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.

આ જ કારણ છે કે હાઈકોર્ટે પણ રખડતાં કૂતરા મામલે કડક વલણ અપનાવ્યું છે...શ્વાનના ત્રાસ મુદ્દે બે વ્યક્તિઓ વચ્ચેની માથાકૂટનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને પણ ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે શ્વાનની સાથે માણસોના જીવની ચિંતા કરવી પણ જરૂરી છે. કેટલાક લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે, એ જ કૂતરા બીજાને કરડે છે. હાઈકોર્ટે વેધક સવાલ કર્યો કે શ્વાનના કરડવાથી કોઈનો જીવ જોખમાય તો જવાબદારી કોની. પાલતુ શ્વાનના મુદ્દે પણ હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું હતું.

રખડતાં કૂતરાનો પ્રશ્ન પેચીદો છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો સામાન્ય નાગરિકોના હાથમાં નથી. તંત્રએ જ આ સમસ્યાને ઉકેલવી પડશે. નહીં તો લોકો રખડતાં આતંકનો ભોગ બનતા જ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news