હિતલ પારેખ/ગાંધીનગર :આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે પરીક્ષા રદ કરવા અંગે ચાલી રહેલા વિરોધને પગલે પણ ચર્ચા કરાઈ હતી. ત્યાર પરીક્ષાઓના સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક પૂર્ણ હતી. કેબિનેટ બેઠકમાં સરકારી તમામ કોલેજો યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લેવાવી જોઈએ તેના ભાગરૂપે એસ.પી.યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સિટી ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે. આવતીકાલે gtu ની પરીક્ષાનો પ્રારંભ થાય છે, તે પરીક્ષા પણ લેવાની છે.


અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓએ વિદ્યાર્થીઓનો પરીક્ષા અંગે શું મત છે તે વિશે કહ્યું કે, પરીક્ષા લેવી ન લેવી અંગે રજુઆતો અને આવી હતી અને સોશિયલ મીડિયા ઉપર અભિપ્રાય આપવા જણાવ્યું હતું કે અમારે પરીક્ષા આપી છે તેની તરફેણમાં 54 હજાર વિદ્યાર્થીઓએ કહ્યું મારે પરીક્ષા આપી છે અને આગળ પ્રવેશ મેળવવો છે. 900 જ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન લેવી જોઈએ એવો અભિપ્રાય આપ્યો હતો. વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. સોશિયલ મીડિયા સેનિટેશન પોલીસ બંદોબસ્તમાં વ્યવસ્થા સાથે 350 કેન્દ્રો ઉપર જીટીયુ દ્વારા પરીક્ષા લેવાશે. બધી જ યુનિવર્સિટીને આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને સંપૂર્ણ વ્યવસ્થા જળવાય તે રીતે છે ઓફલાઈન અને ઓનલાઇન પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓને ફરી તક આપવામાં આવશે


તેઓએ વધુમાં જણાવ્યું કે, આજના કેબિનેટ બેઠકમાં થયેલો નિર્ણય છે. બાકી તમામ સરકારી યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર