આ ખાસ એક્શન પ્લાનની અમદાવાદમાં મોટી અસર; માત્ર 10 મહિનામાં 90 માનવ જિંદગી બચાવવામાં સફળતા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે. દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે.
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા 10 મહિનામાં 106 માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસને 90 માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.
ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે. દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી છે.
'સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ': આ કોંગી નેતાના સણસણતા આરોપ
અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા કરવાથી માંડીને ઝીબ્રા ક્રોસિંગ, સર્કલ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલ, રસ્તાઓ પરના કટ બંધ કરવા સહિતના જરૂરી અનેક સુધારા કરવા અમદાવાદ શહેર પોલીસે સૂચનો કર્યા અને તેનું વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યુ છે. આ એનાલિટીક કામગીરી થકી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોમાં તો ઘટાડો થયો જ છે, તેની સાથે આવા અકસ્માતોથી થતા માનવ મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે.
ગોંડલમા ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ
અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ઝોનમાં 1લી જાન્યુઆરીથી 31મી ઓક્ટોબર-૨૦૨૩ સુધી ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત અને તેનાથી થયેલા મૃત્યુની સરખામણીમાં વર્ષ-૨૦૨૪માં આ જ સમયગાળા દરમિયાન ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની તુલના કરતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ બંનેમાં ઘટાડો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે. અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૨૩માં ૧૨૦૩ માર્ગ અકસ્માતો અને ૪૧૯ માનવ મૃત્યુની ઘટના બની હતી. આ રોડ એક્સીડેન્ટ એનાલિટીક્સ બાદ કરેલી કામગીરીને પરિણામે વર્ષ-૨૦૨૪માં આ માર્ગ અકસ્માતો ઘટીને ૧૦૯૭ થયા છે અને માનવ મૃત્યુ ઘટીને ૩૨૯ થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં ૧૦૬ માર્ગ અકસ્માતો અને ૯૦ માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે.
74 વર્ષ બાદ ગુજરાતમાં કોઈએ વિચાર્યું નહોતું એ બન્યું! જાણો શું કહે છે અંબાલાલ પટેલ
અમદાવાદ પૂર્વ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૨૯ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૫૫ થઇ છે. એટલે કે, ૭૪ માનવ જીવન બચાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૧૯૦ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૭૪ થઇ છે. એટલે કે, ૧૬ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.