હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે 8 જિલ્લામાથી કુલ 63,798 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ માહિતી આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી દીધો છે. એક કલાકમા વાવાઝોડું જમીન પર સંપૂર્ણ રીતે આવી જશે. વાવાઝોડાના કેન્દ્ર વિસ્તારમાં 90 થી 100 કિમીની પવનની ઝડપ જોવા મળશે. નવસારી અને વલસાડમાં 3 કલાકમાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અત્યાર સુધી વરસાદ ડાંગમાં 15 mm વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હાલ અમે સમગ્ર જિલ્લાઓના તંત્ર સાથે સંપર્કમાં છીએ. ગુજરાતમા NDRFની 18 જ્યારે SDRF ની 6 ટીમ સ્ટેન્ડ ટુ છે. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ સ્થળાંતર કરાયેલા લોકોને ઘર પર પરત લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં સુવાલીના દરિયા કિનારે 1 થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. ચક્રવાતની સીધી નહિ, પરંતુ આંશિક અસર જોવા મળી છે. 


દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, 15 કર્મચારીઓ દાઝ્યા, 2 ના મૃતદેહ મળ્યાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ કેટલાને સ્થળાંતર કરાયા


  • ગીર સોમનાથ 228

  • નવસારી 14040

  • વલસાડમાં 33,680

  • ભરૂચ 1002

  • સુરત 8727

  • આણંદ 769

  • 252 સગર્ભા બહેનોનું સ્થળાંતર કરવામાં આવ્યું


STના ડ્રાઈવર્સને સૂચના, ‘વાવાઝોડું દેખાય તો બસ સેફ જગ્યાએ રોકી દેવાની...’ 

તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમા દરિયા કિનારે આવેલા વાવાઝોડા માટે તંત્ર સતર્ક છે. Sms દ્વારા પણ લોકોને દરિયાથી દૂર રાખવા જણાવાયું છે. 17 લાખ મેસેજ મોકલાયા છે. 3 એડિશનલ કલેકટરની સ્ટેટ કંટ્રોલ ખાતે નિમણૂક કરવામાં આવી છે. નિસર્ગના કારણે હાલ ગુજરાતમા કોઈ જાનહાનિ નથી. આશ્રય સ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે. માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. 


ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ભાવનગરમાં ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લાગવાયું છે. બપોરે વાવાઝોડું મહારાષ્ટ્રમાં ત્રાટકી ગયું છે. ત્યારે વાવાઝોડાની તીવ્રતાને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો હજુ પણ શાંત દેખાઈ રહ્યો છે. અગમચેતીના ભાગ રૂપે સિગ્નલમાં ફેરફાર કરાયો છે. 


તો હાલ સુરતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી લોકોને ઘરોમાં રહી સુરક્ષિત રહેવા કરવામાં આવી છે. ક્લેક્ટરે લોકોને સાવધાની રાખવા સૂચના આપી છે. સુરત નવસારી અને વલસાડ બાજુ 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર