રક્ષિત પંડ્યા, રાજકોટ : દેણામાં ડૂબેલી યસ બેંક ને લઇ RBI દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIના નિર્ણય બાદ આજ વહેલી સવારથી યસ બેંક બહાર ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જો કે લાઇનમાં ઉભેલા ખાતેદારો મોટાભાગે મધ્યમવર્ગીય હોવાનું સામે આવી રહ્યું છે. આ સમયે લોકો પણ અનેક દુવિધાનો સામનો કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની માર્કેટમાં આવી ગયો છે રસદાર કેરીનો મોટો જથ્થો, કિંમત છે...


રાજકોટના રેસકોર્સ રોડ પર આવેલ યસ બેંકની લાઇનમાં દરેક વયજુથના લોકો ઉભા હતા. આમાંથી કોઈ વ્યક્તિની પૌત્રી હોસ્પિટલમાં છે તો કોઈના ઘરે લગ્ન છે. જોકે જરૂરિયાતની સ્થિતિમાં પણ તેઓ બેંકમાં રૂપિયા હોવા છતાં ઉપાડી ન શકતા દુવિધામાં મુકાયા છે. યસ બેંકની વાત કરીએ તો આજે સવારથી જ બેંક બહાર લોકોની લાંબી કતારો લાગી છે અને ક્યાંક બેંક કર્મીઓ તેમજ ખાતેદારો વચ્ચે બોલાચાલી પણ જોવા મળી રહી છે. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેંક દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતા એ ડિવિઝન પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં મુકવામાં આવ્યો છે. આ સિવાય સવારથી જ બેંક દ્વારા ટોકન સિસ્ટમ મુજબ ખાતેદારોને રૂપિયા આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ફરવા ગયેલો હસતો રમતો પરિવાર આખરે મળી ગયો માટીમાં, પરિવારે હૃદય પર પથ્થર મુકીને લીધો મોટો નિર્ણય


ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રોકડની કટોકટીથી ઝઝૂમી રહેલા ખાનગી ક્ષેત્રની યશ બેન્કના ડિરેક્ટર મંડળને ભંગ કરવા પ્રશાસકની નિમણૂંક કરી દીધી છે. આ સાથે રિઝર્વ બેન્કે ગુરૂવારે બેન્કના ખાતાઘારકોના ઉપાડની મર્યાદા સહિત બેન્કના કારોબાર પર અનેક પ્રતિબંધો લગાવી દીધી છે. કેન્દ્રીય બેન્કે આગામી આદેશ સુધી બેન્કના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી છે. સૂત્રોએ ગુરુવારે જ જાણકારી આપી હતી કે ભારતીય સ્ટેટ બેંક અને અન્ય વિત્તીય સંસ્થાન મળીને યસ બેંકને આ હાલતમાંથી બહાર કાઢી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે એસબીઆઈને કેન્દ્ર સરકારથી તેની મંજૂરી મળી ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube