અમદાવાદની માર્કેટમાં આવી ગયો છે રસદાર કેરીનો મોટો જથ્થો, કિંમત છે...

હાલમાં દ્વારકા અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ બંધાયો છે. આથી સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે

અમદાવાદની માર્કેટમાં આવી ગયો છે રસદાર કેરીનો મોટો જથ્થો, કિંમત છે...

અમદાવાદ : અમદાવાદનાં વિવિધ ફ્રુટ બજારોમાં માર્ચ મહિનામાંજ  ફળોનાં રાજા કેરીનું આગમન થતા નાગરીકો આશ્ચર્યમાં મુકાયા છે. અમદાવાદનાં કાલુપુર ખાતે આવેલા ફ્રુટ બજારમાં સુંદરી કેરી, બદામ કેરી, ગોલા કેરી અને તોતાપુરી કેરીનું આગમન થઇ ગયું છે. જોકે, કેરીનાં ૧ કિલોનો ભાવ હાલ ૧૦૦ રૂપિયાથી વધુ છે અને આ તમામ કેરીનો જત્થો દક્ષિણ ભારતમાંથી આવી રહ્યો છે. બીજી તરફ કેરી રસિકો પણ માર્ચ મહિનામાં કેરીને બજારોમાં જોતાની સાથે પોતાને રોકી શકતા નથી અને તેમના દ્વારા કેરીની ખરીદી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની વરસાદની આગાહીને લઇને સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં દ્વારકા અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી માહોલ બંધાયો છે. આથી સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે હાલ આંબામાં મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ છે અને દરેક આંબામાં પુષ્કળ મોર જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે છુટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતનાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા છે. ઘઉંથી માંડીને કેરી સુધીનાં અનેક પાકોને આ તોફાની વરસાદનાં કારણે ખુબ જ નુકસાન થાય તેવી ભીતી સેવવામાં આવી રહી છે. હાલમાં ભરઉનાળે વરસાદ જોઇને નાગરિકોમાં ભારે કુતુહલની લાગણી જોવા મળી રહી છે. જો કે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news