આણંદ જિલ્લાના 42 ગામોમાં ઇદ-એ-મિલાદનો તહેવાર 28મીએ ઉજવાશે પણ જુલૂસ નહીં નીકળે, લેવાયો આ મોટો નિર્ણય
આણંદ શહેર સહિત જિલ્લામાં 42 ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં યુવકની હત્યાની દુઃખદ ધટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય કરી મુસ્લિમ સમાજ સાદગીપૂર્ણ રીતે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરશે.
બુરહાન પઠાણ/આણંદ: જિલ્લામાં દસ દસ દિવસનું મોંઘેરું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ ગણેશજી આવતી કાલે વિદાય લઈ રહયા છે, ત્યારે વિવિધ શહેરો અને ગામોમાં આવતી કાલે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળશે. જ્યારે આવતીકાલે હઝરત મહંમદ પયગમ્બર સાહેબનો જન્મ દિવસ હોઈ મુસ્લિમ બિરાદરો જશને ઇદ એ મિલાદુન્નબીનું ઝુલુસ કાઢશે.
ખેડૂતો ચિંતામાં! ગુજરાતમાં 800 કરોડના ઉદ્યોગમાં આ રોગનો મોટો ખતરો! ઝડપથી ફેલાશે તો..
જિલ્લામાં આવતીકાલે 14 ગામોમાં ઇદ એ મિલાદનું ઝુલુસ નીકળશે, જ્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં 42 ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં યુવકની હત્યાની દુઃખદ ધટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય કરી મુસ્લિમ સમાજ સાદગીપૂર્ણ રીતે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરશે.
ગુજરાતના 4 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ
આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં આવતી કાલે ભગવાન ગણેશજીની શાહી શોભાયાત્રા નિકળનાર છે. આણંદ શહેરમાં આવતીકાલે સવારે આઝાદ મેદાન ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે શહેરના ગિવિધ માર્ગો પર ફરીને બાકરોલ ગોયા તળાવ ખાતે પહોંચશે જ્યાં તળાવમાં ગણેશ વિસર્જન કરશે. જેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આણંદ જિલ્લાના બોરસદ, પેટલાદ, ખંભાત, આંકલાવ, ઉમરેઠ, આણંદ સોજીત્રા સહિત 6 થી વધુ ગામોમાં ગણેશજીની મોટી વિસર્જન યાત્રાઓ નીકળશે જ્યારે નાના મોટા દરેક ગામમાં ગણેશ વિસર્જન શોભાયાત્રાઓ નીકળશે.
આ રીતે ભણશે ગુજરાત? ITIના વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે, લખવા-ડ્રોઇંગ માટે ઝુકે..!
જ્યારે આવતીકાલે ઇદ એ મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા બોરસદ, પેટલાદ, રાવલી, વિશ્ર્નોલી, સિલવાઈ, ધૈર્યપુરા, નાપા તળપદ,નાપા વાંટા, પાડગોલ, બાંધણી સહિત 14 ગામોમાં ઝુલુસ નીકળશે જ્યારે ગણેશ વિસર્જન યાત્રા અને ઇદ એ મિલાદનું ઝુલુસ એક જ દિવસે હોઈ બંને તહેવારો દરમિયાન કોઈ ઘર્ષણ થાય નહિ અને બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે આણંદ, ખંભાત, નાપાડ, બોરીયાવી, ઓડ, વલાસણ, વહેરાખાડી, ભાલેજ, આંકલાવ દહેમી, ખાનપુર, કણભા સહિત 42 ગામોમાં મુસ્લિમ સમુદાય 29 મીને શુક્રવારે ઇદ એ મિલાદનું ઝુલુસ કાઢશે.
હવે ગણાઈ રહી છે અંતિમ ઘડીઓ! ગુજરાતમાં મેઘરાજા સૌથી પહેલા કયા વિસ્તારમાંથી કહેશે બાય
ગણેશ વિસર્જન યાત્રા અને ઇદ એ મિલાદ ઝુલુસ દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ અધિક્ષક પ્રવીણકુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે એક્સન પ્લાન ઘડી કાઢ્યો છે જે અનુસાર અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ આણંદ જિલ્લામાં ઉપસ્થિત રહેશે જ્યારે 1 એસપી,5 ડીવાયએસપી,26 પીઆઇ,72 પીએસઆઇ,915 પોલીસ,1150 હોમગાર્ડ 1000 જીઆરડી,1 કંપની એસઆરપી, 1 કમ્પની બીએસએફ,50 રિકવીજીત વાહનો,40 વિડિઓ ગ્રાફર,140 બોડીવોર્ન કેમેરા તૈનાત કરવામાં આવશે.
ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો! આ સંઘની 151 મીટર લાંબી ધ્વજા આકર્ષણનું કેન્દ
તેમજ ગણેશ વિસર્જન યાત્રા, અને ઇદ એ મિલાદ ઝુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે શેરીનાકા પોઇન્ટ, ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ, અને વાહન પેટ્રોલિંગ કરવામાં આવશે,તેમજ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. આજે મોડી સાંજે આણંદ શહેરમાં ડીવાયએસપી જે એન. પંચાલનાં નેતૃત્વમાં પોલીસે આઝાદ મેદાનથી ગણેશ વિસર્જન માર્ગ પર ફ્લેગ માર્ચ કરી હતી.