મુસ્તાક દલ/ જામનગર: જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે પુનીતનગર વિસ્તારમાં પાણીમાં ફસાયેલા કેન્સરગ્રસ્ત વૃદ્ધના રેસ્ક્યુનો વીડિયો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરમાં ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા શહેરના ગાંધીનગરમાં આવેલ પુનીતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસદ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી પાણીમાં ફસાયું હતું. પોલીસ આ દંપતીને બચાવવા પહોચી ત્યારે વૃદ્ધાએ પાણીમાંથી બહાર નીકળવાની ના પાડી હતી.


જામનગરમાં ભારે વરસાદને કારણે પૂરમાં ફસાયા અનેક લોકો, એરફોર્સનું દિલધડક રેસક્યૂ ઓપરેશન


જો કે, પોતાના પતિ કેન્સરગ્રસ્ત હોય અને પથારીવશ હોવાથી પહેલા તેના પતિને બચાવવાનું કહેતા સીટી બી ડીવીઝન પીઆઇ કે.જે.ભોઈ અને પોલીસ સ્ટાફ દ્વારા વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરીને તેમને મકાનના ઉપરના માળે સલામત પહોચાડવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube