Jamnagar માં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત, પૂરમાં અનેક લોકો ફસાયા; એરફોર્સનું દિલધડક રેસક્યૂ ઓપરેશન
જામનગર (Jamnagar) જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ (Airlift) કરીને રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવ્યું છે
Trending Photos
મુસ્તાક દલ/ જામનગર: જામનગર (Jamnagar) જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ (Airlift) કરીને રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકે તે માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરના (Jamnagar) વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં (Flood) ફસાયા છે. જેમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદના (Heavy Rain) કારણે જિલ્લાના કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેમાં માળીયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (કેશીયા ગામ પાસે), જોડીયા તેમજ રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે (ધુંવાવ, ખીજડીયા ગામ પાસે), જામનગર ગ્રામ્ય અને માળિયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (ખીરી,બાલાચડી ગામ પાસે) અસરગ્રસ્ત થયો છે.
આ પણ વાંચો:- સૌરાષ્ટ્રમાં વણસેલી સ્થિતિ વચ્ચે VALSAD માં પણ વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી
જ્યારે જોડીયા તેમજ જામનગર-કાલાવડ-ધોરાજી નેશનલ હાઈવે (વિજરખી ગામ પાસે) અસરગ્રસ્ત થયો છે. તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તાની આવશ્યક વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ જામનગર તાલુકાના જામવંથલી અને ચાવડા ગામ વચ્ચે પાણીમાં ફસાયેલી એક એસ.ટી. મીનીબસ અને ધુડશિયા ગામે પાણીમાં ફસાયેલી 1 એસ.ટી બસને સ્થાનિકો દ્વારા સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવી છે. હાલમાં ડેમની સ્થિતિ જોવામાં આવે તો, જામનગર જિલ્લામાં આવેલ કુલ 18 જળાશયો પૈકી 17 જળાશયો ઓવરફલો થયા છે.
એરફોર્સ દ્વારા જામનગર જિલ્લામાં 6 હેલિકોપ્ટરની મદદથી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બે V5 અને 4 ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 24 જેટલા નાગરિકોને પૂરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થિતિ પૂર્વવત ન થાય ત્યાં સુધી નાગરિકોના બચાવની કામગીરી સેનાના જવાનો દ્વારા આગામી સમયમાં પણ શરૂ રહેશે.
જામનગરમાં આભ ફાટ્યુ, હેલિકોપ્ટરથી લોકોનું રેસ્ક્યુ કરાયું, જુઓ વીડિયો#Jamnagar #Rain #ZEE24Kalak
Watch LIVE : https://t.co/uZaTuPKcj8 pic.twitter.com/me0wnbiCoD
— Zee 24 Kalak (@Zee24Kalak) September 13, 2021
આ પણ વાંચો:- આ રહ્યું ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ, આ સામાજીક અને રાજકીય ફેક્ટરના આધારે સોંપાશે જવાબદારી
ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ચિંતા કરી આશ્રયસ્થાનો તથા અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ તથા જીવન જરૂરિયાતની ચીજો સાથેની આશરે 3 હજાર કિટ્સ સ્વયંસેવકોના સહયોગથી મોકલવામાં આવી છે. રાજ્યમંત્રીએ તેઓ સત્વરે ગાંધીનગરથી જામનગર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે તેમ જણાવ્યું છે.
જિલ્લા, તાલુકા અને મહાનગર પાલિકાના આપદા પ્રબંધન કેન્દ્રના સંપર્ક નંબરો
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે. જેમાં નિયંત્રણ કક્ષનો નં. ૦૨૮૮-૨૫૫૩૪૦૪, ૦૨૮૮-૨૫૪૧૪૮૫ ટોલ ફ્રી નં.૧૦૭૭, તાલુકા નિયંત્રણ કક્ષમાં કાલવડનો નં.૦૨૮૯૪- ૨૨૨૦૦૨, જામજોધપુરનો નં.૦૨૮૯૮-૨૨૧૧૩૬, જોડિયાનો નં.૦૨૮૯૩- ૨૨૨૦૨૧, ધ્રોલનો નં.૦૨૮૯૭-૨૨૨૦૦૧, લાલપુરનો નં.૦૨૮૯૫-૨૭૨૨૨૨ તેમજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ કક્ષનો નં.૦૨૮૮- ૨૭૭૦૫૧૫,૦૨૮૮-૨૬૭૨૨૦૮, ૯૯૦૯૦૧૧૫૦૨ છે તેમ જામનગર જિલ્લા આપદા પ્રબંધન કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે