અલકેશ રાવ, બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની જાહેરાત કરી છે. બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. બનાસડેરીએ 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ


22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય
બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોમ્બરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોમ્બરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોમ્બરે ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે.


આ પણ વાંચો:- સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો


20 ઓક્ટોમ્બરે મતગણતરી યોજાશે
9 ઓક્ટોમ્બરે મતદાન કરવામાં આવશે. 20 ઓક્ટોમ્બરે મતગણતરી યોજાશે. ચૂંટણી અધિકારી એફ.બી બાબીએ બનાસડેરીની ચૂંટણીની જાહેરાત સત્તાવાર કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube