સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો

ક્રાઇમ સિટી સુરતના લિંબાયતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો છે

Updated By: Sep 19, 2020, 09:32 AM IST
સુરતમાં વધુ એક લોહિયાળ બનાવ, ડીંડોલીના રાકેશ પર બે શખ્સનો જીવલેણ હુમલો

ચેતન પટેલ, સુરત: ક્રાઇમ સિટી સુરતના લિંબાયતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ યુવક રાકેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રાકેશની હાલત ખુબજ નાજુક હોવાની વિગત જાણવા મળી રહી છે.

આ પણ વાંચો:- ચુકાદો: સુરતના પાંડેસરામાં પાંચ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદ

પ્રાપ્ત માહિત અનુસાર, રાકેશ પોતાની બાઈક પર લિંબાયતથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બે શખ્સોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પા વડે ક્રૂરતા પૂર્વક કરાયેલા આ હુમલામાં રાકેશ ગંભીર રીતે ઘવાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, લાડકાના ફટકા અને પથ્થરો વડે તેનું મોઢું છૂંદી નાખવમાં આવ્યું હતું. જો કે, બચાવ માટે રાકેશે ફાયરિંગ કર્યું હતું. જે જોતા હુમલો કરવા આવેલા બંને શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો:- સુરત કાપડના માર્કેટમાં ટેન્ટ-શમિયાનાના વેપારીઓને 300 કરોડનું નુકસાન

આ સમગ્ર ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાકેશને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કયા કારણો સર રાકેશ પર હુમલો કરવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ આ મામલે લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે અને હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube