પ્રચારમાં ઉમેદવારે ચૂંટણી પંચ કહે એટલો જ ખર્ચ કરવો પડશે, ચા-ખેસ-એસીના નક્કી કરાયા ભાવ
Loksabha Election 2024 : રાજકીયપક્ષો તથા ઉમેદવારોના ખર્ચના હિસાબો અંગે ખાસ સૂચના જાહેર કરવામા આવી, ચૂંટણી ખર્ચ પર નજર રાખતા ઓબ્ઝર્વર કામ શરૂ કરી દીધું છે
Election Commission હિતલ પારેખ/ગાંધીનગર : લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્રીજા ફેઝમાં ચૂંટણી નજીક આવતા પ્રચાર જોરશોરથી શરૂ થઈ ચૂક્યો છે. ઉમેદવારોના પ્રચાર શરૂ થતા ચૂંટણી ખર્ચ પર નજર રાખતા ઓબ્ઝર્વર કામ શરૂ કરી દીધું છે. ઉમેદવારોના તમામ ખર્ચ પર ચૂંટણી પંચ બાજ નજર રાખશે. ઉમેદવારો માટે સ્ટાર પ્રચારકોના હેલિકોપ્ટર, પ્લેન, સભા સ્થળ તથા ચા નાસ્તાનો ખર્ચ નિશ્ચિત કરાયો છે. ઉમેદવારો કેટલો ખર્ચ કશે તે ઉમેદવારોએ ખર્ચ દર્શાવવો પડશે. ચૂંટણી પંચ દ્વારા નિશ્ચિત થયેલા ખર્ચ નીચે પ્રમાણે છે.
ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થતા ઉમેદવારોએ ખર્ચ પર ચૂંટણી પંચની નજર છે. રાજ્યમાં ઉમેદવારો દ્વારા થતા ખર્ચ ચૂંટણી પંચે નિશ્ચિત કર્યા છે. ઉમેદવારો દ્વારા થતી રેલી, કાર્યાલય અને સભાના ખર્ચ નિશ્ચિત કરાયા છે. ચૂંટણી સભાના મંડપ, ચા, ખેસ, એસીના ખર્ચ નિશ્ચિત કર્યા છે. સાથે જ પ્રચાર માટે ઉપયોગી વિમાન, હેલિકોપ્ટર, બસ, રીક્ષા તથા ભારે વાહનોના ચૂંટણી પંચે ભાવ નિશ્ચિત કર્યા છે.
રાજપૂતો નવો ઈતિહાસ બનાવશે : છેલ્લી ઘડીએ ક્ષત્રિય મહાસંમેલનમાં કરાયો મોટો ફેરફાર
કેટલા ભાવ નક્કી કરાયા
- સ્ટાર પ્રચારકો માટે ઉપયીગી વિમાન તથા હેલિકોપ્ટરના પ્રતિ કલાકના રૂપિયા 1.25 લાખથી 5 લાખના ભાવ નિશ્ચિત કર્યા
- રેલી અને સભામાં લોકોના અવરજવર માટે ઉપયોગી રીક્ષાના પ્રતિ કલાકના 1500૦ રૂપિયા નક્કી
- હળવા વાહનોના ઉપયોગ માટે 4 થી 5 હજાર ખર્ચ નક્કી
- મંડપના વિવિધ સાઉન્ડ સિસ્ટમ, એસીના ખર્ચ રૂપિયા 75 થી 15 હજાર સુધીનો ખર્ચ નિશ્ચિત
- 5 થી 7 ટન એસીનો ખર્ચ રૂપિયા 4 હજાર નક્કી કર્યા
- એલઇડી ટીવીના ભાવ રૂપિયા 1500
- પાર્ટી ખેસના એક નંગનો ખર્ચ 6 રૂપિયા
- ડ્રાઈવરનો પગાર પ્રતિ દિવસ 500 રૂપિયા
આ સાથે જ શહેરી વિસ્તારના કાર્યાલય અને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રાઈવરના પગાર માટે અલગ અલગ ભાવ અપાયા છે. મુખ્ય કાર્યાલય શહેરી વિસ્તારનો રૂપિયા 10 હજાર તો ગ્રામ્ય વિસ્તારમાં 2500 નક્કી કરાયો છે. એક બોક્સ ફટાકડાનો ખર્ચ રૂપિયા 100 નક્કી કરાયો. તેમજ ચા અને કોફીના અડધા કપના ખર્ચ રૂપિયા 6 રૂપિયા અને એક કપના 10 રૂપિયા નક્કી કરાયા.
ઉનાળો આવતા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બે પ્રોગ્રામમાં કરાયો ફેરફાર, પ્રવાસીઓ ખાસ નોંધ લે
ઉમેદવારોએ ચૂંટણીનો હિસાબ રાખવો પડશે
પ્રત્યેક ઉમેદવાર માટે શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટર રાખવાનું હોવાથી શેડો ઓબ્ઝર્વેશન રજીસ્ટરપણ એજ નંબરો માટે જાળવવાનું રહેશે.આરપી એક્ટ 1951ની કલમ-77 મુજબ ચુંટણી દરમિયાન પ્રત્યેક ઉમેદવાર પોતે અથવા તેના ચુંટણી એજન્ટ દ્વારા ચુંટણી સંબંધી તમામ ખર્ચનો અલગ અને સાચો હિસાબ રાખવો જોઈએ. જે તેણે અથવા તેના ચુંટણી એજન્ટ દ્વારા કરવામાં આવ્યો હોય. ચુંટણી ખર્ચનો હિસાબ ઉમેદવાર તેના ચુંટણી એજન્ટ દ્વારા ચુંટણીના પરિણામની ઘોષણા તારીખથી ૩૦ દિવસની અંદર જિલ્લા ચુંટણી અધિકારીને સુપરત કરવાના રહેશે.
અમદાવાદ જિલ્લાની લોકસભાની ચૂંટણીને લઈને ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીની બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણી દરમિયાન થનારા ખર્ચ પર નજર રાખવા માટે જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત શંકાસ્પદ નાણાકીય વ્યવહારો તથા પ્રતિબંધિત વસ્તુઓની જપ્તી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
2050 સુધીમાં મુસ્લિમ વસ્તી દુનિયા પર રાજ કરશે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો