• પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, ભાજપ-આપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી, કોંગ્રેસના કમાડ બંધ


અમદાવાદ : ચાર રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, મણીપુર, ગોવા અને ઉતરાખંડ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે. ભાજપનો પાંચમાંથી મહત્તમ ચાર રાજ્યોમાં ભવ્ય વિજયની શક્યતાઓ જોવાઇ રહી છે. જેના પગલે ગુજરાતમાં વિજયોત્સવ શરૂ થઇ ચુક્યો છે. પીએમ મોદી આવી રહ્યા હોવાથી પહેલાથી જ ગુજરાત ભાજપ અને કાર્યકર્તાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો જો કે હાલમાં જ પાંચ રાજ્યોના પરિણામે ભાજપના કાર્યકર્તાઓમાં વધારે ઉત્સાહ ભરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી : આંગણવાડીમાં સંજીવની દૂધ પીધા બાદ 3 બાળકોની તબિયત બગડી


ભાજપના મહિલા મોરચાની મહિલાઓ દ્વારા કમલમ્ ખાતે ગરબા રમી તથા ફટાકડા ફોડીને વિજયઉત્સવની ઉવજણી કરી રહ્યા છે. હાથમાં ભાજપના ઝંડા લઇને ગરબે રમી ભાજપની 4 રાજ્યોની શક્ય દીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા. તમામ નેતાઓએ ભાજપની ભવ્ય જીતને જનતાની જીત ગણાવી હતી. જનતાને હવે માત્ર ભાજપ પર જ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. ભાજપ દરેકે દરેક નાગરિકની આશાઓ પર સાચી ઠરી છે. 


ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યુ, ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા આ ભૂલકાં


તો બીજી તરફ આપની પણ પંજાબમાં ઐતિહાસિક વિજય થયો છે. આપે પંજાબમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. આપની આ ઐતિહાસિક જીત એટલી ભવ્ય છે કે, કોંગ્રેસનાં મોટા મોટા ચહેરાઓ ધોવાઇ ચુક્યાં છે. કોંગ્રેસનાં વર્તમાન મુખ્યમંત્રી ચન્ની ઉપરાંત સિદ્ધુ સહિતનાં કોંગ્રેસનાં મોટા મોટા ચહેરાઓ પરાજીત થઇ ચુક્યા છે. હાલ તો આપના ગુજરાત ખાતેના કાર્યાલય ખાતે પણ આ જીતની ખુબ જ મોટી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત આપના દિગ્ગજ નેતાઓ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત ગુજરાતમાં પણ આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube